આ છે બિગ બોસ-13ના બીજા કન્ટેસ્ટન્ટ, રહી ચૂક્યા છે ખતરો કે ખિલાડીના વિનર

Updated: Jul 21, 2019, 17:55 IST

ટેલિવિઝન દુનિયાનો સૌથી કોન્ટ્રોવર્શિયલ શૉ બિગ બોસ તેના નવા સીઝન સાથે પરત ફરી રહ્યું છે. શૉના પહેલા કન્ટેસ્ટન્ટ તરીકે ચંકી પાન્ડેની પસંદગી થઈ ચૂકી છે ત્યારે બિગ બોસને તેનો બીજો કન્ટેસ્ટન્ટ પણ મળી ગયો છે.

ટેલિવિઝન દુનિયાનો સૌથી કોન્ટ્રોવર્શિયલ શૉ બિગ બોસ તેના નવા સીઝન સાથે પરત ફરી રહ્યું છે. નાના પડદા પર આ એક એવો શૉ છે જેની તરફ મોટા મોટા સેલેબ્સનું ધ્યાન હોય છે. બિગ બોસ તેની અનોખી થીમ માટે જાણીતું છે. કોમન મેનની થીમ સાથે આવેલા બિગ બોસના કારણે કેટલા સામાન્ય લોકો સ્ટાર બની ગયા છે. જો કે આ વખતે શૉમાં કોમન મેનને સ્થાન મળશે નહી તેવુ માનવામાં આવી રહ્યું છે. શૉના પહેલા કન્ટેસ્ટન્ટ તરીકે ચંકી પાન્ડેની પસંદગી થઈ ચૂકી છે ત્યારે બિગ બોસને તેનો બીજો કન્ટેસ્ટન્ટ પણ મળી ગયો છે.

 
 
 
View this post on Instagram

😁 From Monday to Friday #DilSeDilTak 10:30pm on #ColorsTV

A post shared by Sidharth Shukla (@sidharth__shukla) onFeb 19, 2017 at 3:07pm PST

બિગ બોસના મેકર્સે કન્ફર્મ કર્યું છે કે તેમને શૉના બીજા પ્રતિયોગી મળી ગયા છે. ફેમસ ટીવી સ્ટાર અને બાલિકા વધૂ ફેમ સિદ્ધાર્થ શુક્લા બિગ બોસ 13ના બીજા કન્ટેસ્ટન્ટ રહેશે. એક વેબસાઈટ અનુસાર છેલ્લા ઘણા સમયથી સિદ્ધાર્થ શુક્લાને બિગ બોસના મેકર્સ અપ્રોચ કરી રહ્યાં હતા અને આખરે સિદ્ધાર્થ શુક્લા માની ગયા છે. માનવામાં આવી રહ્યું છે કે, આવનારા સમયમાં બિગ બોસના કોન્ટ્રાક્ટ પર પણ સહી કરી દેશે.

આ પણ વાંચો: માર્વેલ લઈને આવી રહ્યું છે 11 રોમાંચક ફિલ્મ-વેબ સિરીઝ

સિદ્ધાર્થ શુક્લા છેલ્લે ટીવી સિરીયલ દિલ સે દિલ તકમાં જોવા મળ્યા હતાં. માનવામાં આવી રહ્યું છે કે શૉ મેકર્સે ક્રિએટિવ ડિરેક્ટર સાથે વિવાદ પછી સિદ્ધાર્થને સિરીયલમાંથી કાઢી દિધા હતા. દિલ સે દિલ તકમાં સિદ્ધાર્થને લોકો દ્વારા ઘણા પસંદ કરવામાં આવ્યા. સિદ્ધાર્થ શુક્લા પર આરોપ લગાવવામાં આવ્યો છે કે તે તેમના કો-સ્ટાર્સ અને પ્રોડક્શન યૂનિટ સાથે ખરાબ વર્તન કરતા. સિદ્ધાર્થ ઘણા રિયાલિટી શૉના ભાગ રહી ચૂક્યા છે. સિદ્ધાર્થ 2016 ખતરો કે ખિલાડી સીઝનના વિનર બન્યા હતા

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK