શ્રીદેવીની સાડીની હરાજી પહોંચી આટલા લાખ સુધી, કાલે છે વરસી

23 February, 2019 06:43 PM IST  |  મુંબઈ

શ્રીદેવીની સાડીની હરાજી પહોંચી આટલા લાખ સુધી, કાલે છે વરસી

આવતીકાલે છે શ્રીદેવીની પહેલી વરસી

ઈન્ડિયન સિનેમાના પહેલા ફિમેલ સુપરસ્ટાર શ્રીદેવીની આવતીકાલે પહેલી વરસી છે. ગત વર્ષે 24 ફેબ્રુઆરીએ જ શ્રીદેવીનું નિધન થયું હતું. તેમની પહેલી વરસી પર ફેન્સ ફરી એકવાર પોતાની ફેવરિટ અભિનેત્રીની યાદ તાજા કરશે. શ્રીદેવીના પતિ બોની કપૂરે આ અવસરે શ્રીદેવીની ફેમસ કોટા સાડીની હરાજી કરવા માટે દાન કરી છે, જેથી હરાજીમાંથી મળનારી રકમથી લોકોની મદદ થઈ શકે.

સિલ્વર સ્ક્રીન પર શ્રીદેવી મોટા ભાગે સાડીમાં જ દેખાતા હતા. મિસ્ટર ઈન્ડિયાનું કાટે નહીં કટતે ગીત તો તમને યાદ જ હશે, જેમાં આસમાની સાડીમાં શ્રીદેવીએ વરસાદમાં પણ આગ લગાવી હતી. શ્રીદેવી પાસે સાડીઓનું જબરજસ્ત કલેક્શન હતું. ત્યારે શ્રીદેવીની પહેલી વરસી પર બોની કૂપરે તેમની કોટા હસ્તશિલ્પની ખાસ સાડીને હરાજી માટે સોંપી છે. સાડીની હરાજી 40 હજાર રૂપિયાથી શરૂ થઈ હતી અને હવે તે 1 લાખ 30 હજાર સુધી પહોંચી છે.

 

આ સાડીને હેન્ડક્રાફ્ટ પ્રોડક્ટ્સ વેચતી વેબસાઈટ પરિસેરાને આપવામાં આવી છે, પરિસેરા જ સાડીની હરાજી કરી રહ્યું છે. આ હરાજીમાંથી મળનારી રકમને કન્સર્ન ઈન્ડિયા ફાઉન્ડેન્શન નામની NGOને આપવામાં આવશે, જેથી જરૂરિયાત મંદ લોકોની મદદ થઈ શકે. આ એનજીઓ મહિલાઓ અને બાળકોના આરોગ્ય, વિકાસ અને શિક્ષણના ક્ષેત્રે કામ કરે છે.

આ પણ વાંચોઃ શ્રીદેવી સાથેના પ્રેમાળ સંબંધોને ખૂબ યાદ કરી રહ્યો છે શાહરુખ ખાન

ઉલ્લેખનીય છે કે ગત વર્ષે શ્રીદેવી પોતાના પતિ બોની કપૂર અને પુત્રી જાહ્નવી તેમજ ખુશી સાથે દુબઈ ગઈ હતી. દુબઈમાં બોની કપૂરના ભાણેજ મોહિત મારવાહના લગ્ન હતા. લગ્નમાંથી પાછા ફર્યા બાદ તે પોતાની હોટેલના બાથરૂમમાં બાથટબમાં મૃત હાલતમાં મળી આવ્યા હતા.

sridevi boney kapoor jhanvi kapoor