બે વર્ષ પછી થયો શ્રીદેવીના મૃત્યુનો ખુલાસો, આખરે આ હતું કારણ?

04 January, 2020 05:11 PM IST  |  Mumbai Desk

બે વર્ષ પછી થયો શ્રીદેવીના મૃત્યુનો ખુલાસો, આખરે આ હતું કારણ?

ફાઇલ ફોટો

બોલીવુડની દિવંગત અભિનેત્રી શ્રીદેવીના મૃત્યુનો ભરોસો આજે પણ તેના ચાહકોને થઈ રહ્યો નથી. ચાહકોને હજી પણ તેના જવાનું દુઃખ છે પણ હવે તેની મૃત્યુના લગભગ બે વર્ષ પછી તેના મૃત્યુનું કારણ સામે આવી રહ્યું છે. જણાવીએ કે શ્રીદેવીની બાથટબમાં ડૂબીને મૃત્યુના રહસ્યથી વધું એક પડદો ઊઠ્યો છે. શ્રીદેવીના મૃત્યુને લઈને તેની એક જીવની 'શ્રીદેવીઃ ધ એટર્નલ ગૉડેસ' લખનારા લેખક સત્યાર્થ નાયકે ચોંકાવનારો ખુલાસો કર્યો છે.

હકીકતે, તાજેતરમાં જ શ્રીદેવી પર એક જીવની 'શ્રીદેવીઃ ધ એટર્નલ ગૉડેસ' લખનારા લેખક સત્યાર્થ નાયકે ખુલાસો કર્યો છે કે, "શ્રીદેવીના લો બ્લડ પ્રેશરમાં ઘણીવાર બેભાન થઈ જવાની બીમારી હતી. આ બાબતે તેણે શ્રીદેવીના નજીકના કેટલાય લોકોના વક્તવ્ય પણ સામેલ કર્યા." જણાવીએ કે બિઝનેસ ટાઇમ્સમાં છપાયેલી ખબર પ્રમાણે, તાજેતરમાં જ સત્યાર્થ નાયકે એક અંગ્રેજી સમાચાર સાથે થયેલી વાતચીતમાં કહ્યું, "હું, પંકજ પારાશર (જેમણે ફિલ્મ ચાલબાઝમાં શ્રીદેવીને નિર્દેશિત કરી હતી) અને નાગાર્જુનને મળ્યો. તે બન્નેએ મને આ વિશે જણાવ્યું કે તેને બ્લડ પ્રેશરની સમસ્યા હતી. જ્યારે તે આ બન્ને સાથે કામ કરી રહી હતી ત્યારે તે કેટલીય વાર બાથરૂમમાં બેભાન થઈ હતી. પછી મેં આ મામલે શ્રીદેવીની ભત્રીજી માહેશ્વરી સાથે મુલાકાત કરી. તેમણે પણ મને એ જ કહ્યું કે તેમણે પણ શ્રીદેવીને બાથરૂમમાં પડી ગયેલી જોઇ હતી અને તેના ચહેરા પરથી લોહી વહી રહ્યું હતું, બોની સરે પણ મને જણાવ્યું કે એક દિવસ આમ જ ચાલતાં ચાલતાં પડી ગઈ. જેમ કે મેં કહ્યું, તે લો બ્લડપ્રેશરથી લડી રહી હતી. "

આ પણ વાંચો : Natasa Stankovic: આટલી ગ્લેમરસ છે હાર્દિક પંડ્યાની ગર્લફ્રેન્ડ, જુઓ ફોટોઝ

આ પહેલા પણ શ્રીદેવીના નિધનના થોડાંક દિવસો પછી કેરલના એક DHPએ તેની મૃત્યુ પર સવાલ ઉઠાવ્યો હતો. તેમણે કહ્યું કે "શ્રીદેવીની મૃત્યુ એક અકસ્માત નહીં પણ જાણીજોઇને કરેલું મર્ડર હતું." જણાવીએ કે શ્રીદેવીનું નિધન 24 ફેબ્રુઆરી, 2018ના દુબઇના હોટેલમાં થયું હતું. શ્રીદેવીને તેના પતિએ હોટલના રૂમમાં બાથટબમાં બેભાનીની સ્થિતિમાં જોવા મળી હતી.

sridevi bollywood bollywood news bollywood gossips