જૉન એબ્રાહમને પિક-અપ ટ્રક ગિફ્ટ આપી સંજય ગુપ્તાએ

31 October, 2019 01:01 PM IST  |  મુંબઈ | સોનિલ દેઢિયા

જૉન એબ્રાહમને પિક-અપ ટ્રક ગિફ્ટ આપી સંજય ગુપ્તાએ

જૉન એબ્રાહમ અને સંજય ગુપ્તા

જૉન એબ્રાહમને પિક-અપ ટ્રક સંજય ગુપ્તાએ ભેટમાં આપી છે. સંજય ગુપ્તાએ ૨૦૧૩માં ‘શૂટ આઉટ એટ વડાલા’માં જૉન એબ્રાહમને તક આપી હતી. એને જોતાં સંજય ગુપ્તા પ્રતિ આભાર વ્યક્ત કરતાં જૉને એ વખતે તેને સુપરબાઇક ગિફ્ટ આપી હતી. જોકે હવે સંજય ગુપ્તા અને જૉન ફરી એક વાર ‘મુંબઈ સાગા’ માટે સાથે આવ્યા છે. એથી સંજય ગુપ્તાએ ૩૦ લાખની કિંમતની પિક-અપ ટ્રક જૉનને ગિફ્ટમાં આપી છે. આ વિશે સંજય ગુપ્તાએ કહ્યું હતું કે ‘મેં આજ દિન સુધી એવી વ્યક્તિ નથી જોઈ જેને કાર્સ અને બાઇક્સમાં જૉન કરતાં પણ ભરપૂર રસ હોય. તેની પાસે એક-એકથી ચડિયાતી કાર્સ અને બાઇક્સ છે.

આ પણ વાંચો : ઉજડા ચમન અને બાલામાં તફાવત છે : આયુષ્માન ખુરાના

મને એવું લાગ્યું હતું કે તેના કલેક્શનમાં પિક-અપ ટ્રક નથી. એથી ગયા મહિને મેં તેના માટે પિક-અપ ટ્રક ખરીદી હતી. અમે સાથે ટેસ્ટ ડ્રાઇવ પણ લીધી હતી. એનાથી હું જાણી શક્યો હતો કે તેને પણ આ પિક-અપ ટ્રક ખૂબ પસંદ પડી છે. શરૂઆતમાં તો તેના પ્રિમાઇસ‌િસમાં આ પિક-અપ ટ્રકને પાર્ક કરેલી જોઈને જૉન ચોંકી ગયો હતો.’

john abraham sanjay gupta bollywood news