કરીના કપૂર ખાન સાથે વાત કરવામાં હજી પણ નર્વસ થાય છે દિલજિત દોસંજ

19 July, 2019 03:32 PM IST  |  | સોનિલ દેઢિયા

કરીના કપૂર ખાન સાથે વાત કરવામાં હજી પણ નર્વસ થાય છે દિલજિત દોસંજ

કરીના કપૂર ખાન અને દિલજિત દોસંજ

દિલજિત દોસંજે તાજેતરમાં જ જણાવ્યું હતું કે તે હજી પણ કરીના કપૂર ખાન સાથે વાત કરતી વખતે નર્વસ થઈ જાય છે. આ બન્ને જલદી જ ‘ગુડ ન્યુઝ’માં જોવા મળવાનાં છે. આ ફિલ્મમાં અક્ષયકુમાર પણ છે. દિલજિતે ૨૦૧૬માં ‘ઉડતા પંજાબ’થી બૉલીવુડમાં એન્ટ્રી કરી હતી. આ ફિલ્મમાં તેની સાથે કરીના જોવા મળી હતી. દિલજિત જલદી જ ક્રિતી સૅનન સાથે ‘અર્જુન પટિયાલા’માં જોવા મળવાનો છે. આ કૉમેડી ફિલ્મને દિનેશ વિજનનાં પ્રોડક્શન હાઉઝ મૅડોક ફિલ્મ્સે પ્રોડ્યુસ કરી છે. પોતાનાં પાત્ર વિશે દિલજિતે કહ્યું હતું કે ‘મને જલદી કોઈ કૉમેડી રોલ્સ મળતાં નથી, જે પણ ઑફર કરવામાં આવે છે એ સિરીયસ ડ્રામાવાળા હોય છે. એથી જ્યારે મૅડોક ફિલ્મ્સે મને આ પાત્ર ઑફર કર્યું ત્યારે મને લાગ્યું કે મેં અત્યાર સુધી પંજાબી અને હિન્દી ફિલ્મોમાં જે પણ પાત્ર ભજવ્યા છે એનાં કરતાં આ રોલ એકદમ અલગ છે.’

પોતે એવી ભૂમિકા સ્વીકારવાનો આગ્રહ રાખ્યો છે કે જેમાં તેને પોતાની પાઘડી ઉતારવી ના પડે. આ વિશે વધુ જણાવતાં દિલજિતે કહ્યું હતું કે ‘મારો કોઈ ગૉડ ફાધર નથી. એથી મને જે રોલ્સ ઑફર કરવામાં આવે એમાંથી મારે પસંદ કરવાનાં હોય છે. આટલું જ નહીં મેં એક વાતનો નિશ્ચય કરી રાખ્યો છે કે હું કદી પણ એવા રોલ્સ નહીં સ્વીકારું, જેમાં મારે મારી પાઘડી ઉતારવી પડે. મારા આ નિર્ણયથી પણ મને ઓછાં પર્યાય મળે છે. જોકે હવે સમય બદલાઈ ગયો છે. ‘ગુડ ન્યુઝ’માં મારું પાત્ર પંજાબી નથી. આમછતાં મેકર્સને મારું કામ પસંદ પડતાં તેમણે આ ફિલ્મમાં મને કાસ્ટ કરવાનો નિર્ણય લીધો હતો.’

આ પણ વાંચો : મોહનલાલની બિગ બ્રધર દ્વારા મલયાલમ ફિલ્મમાં એન્ટ્રી કરી રહ્યો છે અરબાઝ ખાન

પોતાની ફૅવરિટ ઍક્ટર કરીના કપૂર ખાન સાથે કામ કરવાનાં અનુભવ વિશે દિલજિતે કહ્યું હતું કે ‘કરીના સાથે કામ કરવુ એ ફન છે. પોતાનો ચાર્મ ગુમાવ્યા વગર એક જ દૃશ્યને વારંવાર કરવામાં તેઓ જરા પણ ખચકાતા નથી. જોકે હું આજે પણ તેમની સાથે વાત કરતી વખતે નર્વસ થઈ જાઉં છું.’

kareena kapoor diljit dosanjh bollywood news sonil dedhia