મોહનલાલની બિગ બ્રધર દ્વારા મલયાલમ ફિલ્મમાં એન્ટ્રી કરી રહ્યો છે અરબાઝ ખાન

Published: Jul 19, 2019, 11:21 IST

અરબાઝ ખાનનું કહેવું છે કે મલયાલમ ફિલ્મ ‘બિગ બ્રધર’માં કામ કરવા માટે તે ખૂબ એક્સાઇટેડ છે.

પ્રિયા પ્રકાશ વૉરિયર સાથે શૂટિંગ કરતો અરબાઝ
પ્રિયા પ્રકાશ વૉરિયર સાથે શૂટિંગ કરતો અરબાઝ

અરબાઝ ખાનનું કહેવું છે કે મલયાલમ ફિલ્મ ‘બિગ બ્રધર’માં કામ કરવા માટે તે ખૂબ એક્સાઇટેડ છે. આ ફિલ્મમાં તેની સાથે મોહનલાલ પણ જોવા મળશે. આ ફિલ્મનું શૂટિંગ આ મહિનાના અંતમાં શરૂ કરવામાં આવશે અને એને ઑક્ટોબરમાં રિલીઝ કરવાની શક્યતા છે. આ વિશે અરબાઝે કહ્યું હતું કે ‘મોહનલાલ સર સાથે મલયાલમ ફિલ્મ ઇન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરવાને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું. આ ફિલ્મને સિદ્દીકી સર ડિરેક્ટ કરી રહ્યાં છે. મારા માટે લાઇફમાં ભાગ્યે જ આવતી આ તક છે અને એને લઈને હું ખૂબ એક્સાઇટેડ છું. મારી સાથે સારી વસ્તુઓ થઈ રહી છે એવો મને અનુભવ થઈ રહ્યો છે. એથી મારી લાઇફનાં આ તબક્કાને હું ખૂબ એન્જૉય કરી રહ્યો છું.’

પ્રિયા પ્રકાશ વૉરિયર સાથે શૂટિંગ કરતો અરબાઝ

અરબાઝ ખાન હાલમાં જ પ્રિયા પ્રકાશ વૉરિયર સાથે વસઈમાં આવેલા સ્ટુડિયોમાં શૂટિંગ કરતો જોવા મળ્યો હતો. ‘શ્રીદેવી બંગલો’માં નાનકડી ભૂમિકામાં અરબાઝ ખાન જોવા મળશે. આ ફિલ્મમાં પ્રિયા પ્રકાશ વૉરિયર પણ જોવા મળવાની છે. આ રોલ વિશે અરબાઝે કહ્યું હતું કે ‘આ ફિલ્મમાં હું મારી જ ભૂમિકા કરવાનો છું કારણ કે ડિરેક્ટર અને પ્રોડ્યુસરને એવો ઍક્ટર જોઈતો હતો જે પોતાને જ ફિલ્મમાં ભજવે. આ નાનકડી પરંતુ ઇન્ટરેસ્ટિંગ ભૂમિકા છે.’ તસવીર : શાદાબ ખાન

આ પણ વાંચો : સંસ્કારી વિદ્યા બાલનનું ટાઇમપાસ જ્ઞાન

આશા રાખું છું કે દબંગ 3નું શૂટિંગ સપ્ટેમ્બરના અંત સુધીમાં પૂર્ણ થાય : અરબાઝ ખાન

અરબાઝ ખાન તેના પ્રોડક્શન-હાઉસ હેઠળ સલમાન ખાનની ‘દબંગ 3’ લઈને આવી રહ્યો છે. આ ફિલ્મનું શૂટિંગ હાલમાં ચાલી રહ્યો છે અને એ સપ્ટેમ્બર સુધીમાં પૂર્ણ થાય એવી તેને આશા છે. આ ત્રીજો પાર્ટ છે, પરંતુ એ પ્રીકવલ છે. સલમાન ખાન કેવી રીતે ‘દબંગ’ બન્યો એ આ ફિલ્મમાં દેખાડવામાં આવશે. આ વિશે પૂછતાં અરબાઝે કહ્યું હતું કે ‘અમારી ‘દબંગ 3’નું શૂટિંગ ચાલી રહ્યું છે. આ ખૂબ જ લાંબુ શેડ્યુલ છે. અમે ૬૦ ટકા ફિલ્મ પૂરી કરી છે. અમે સપ્ટેમ્બરમાં શૂટિંગ પૂરું કરીએ એવી આશા રાખી રહ્યાં છીએ જેથી એને ડિસેમ્બરમાં રિલીઝ કરી શકીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK