આર્ટિકલ 370 મામલે સોનમ કપૂર થઈ ટ્રોલ, ટ્રોલર્સને આપ્યો કરારો જવાબ

19 August, 2019 07:47 PM IST  | 

આર્ટિકલ 370 મામલે સોનમ કપૂર થઈ ટ્રોલ, ટ્રોલર્સને આપ્યો કરારો જવાબ

જમ્મુ-કાશ્મીરમાં આર્ટિકલ 370માં હટાવ્યા પછી ઘણા બોલીવુડ સેલેબ્સે પ્રતિક્રિયા આપી હતી. ઘણા સેલેબ્સે સરકારના આ નિર્ણયના વખાણ કર્યા છે તો કેટલાકે વિરોધ પણ કર્યો છે. સેલેબ્સની આ લિસ્ટમાં હવે બોલીવુડની અભિનેત્રી સોનમ કપૂરનું નામ પણ જોડાઇ ગયું છે. સોનમ કપુરે આ બાબત પર પોતાનો ઓપિનિયન શૅર કર્યો હતો. જો કે સોનમ કપૂરને ટ્રોલર્સનો સામનો કરવો પડ્યો હતો. જો કે સામાજિક બાબતો પર બેબાકીથી પોતાનો મુદ્દો મુકનારી સોનમ કપૂરે ટ્રોલર્સને જોરદાર જવાબ આપ્યો છે.

બીબીસી એશિયન નેટવર્કને આપેલા એક ઈન્ટરવ્યૂમાં તેણે કહ્યું હતું કે, મને લાગે છે કે અત્યારે ચૂપ રહેવુ વધારે યોગ્ય છે અને આ સમયને પસાર થવાદો વાત પણ ભૂલાઈ જશે. મને લાગે છે કે આપણા દેશમાં 70 વર્ષ પહેલા એક જ દેશ હતો અને અત્યારે જે રીતનું ડિવાઈસિવ પોલિટિક્સ છે તે નિરાશાજનક છે.' આર્ટિકલ 370 હટાવવા માટે સોનમે કહ્યું હતું કે, આ મામલે મને સંપૂર્ણ અને સાચી માહિતી નથી એટલે આ બાબતને સમસ્યા પછી જ તે કઈ પણ કહી શકશે..

આ પણ વાંચો: ‘Bhool Bhulaiyaa 2’ના પોસ્ટમાં કાર્તિક આર્યનને જોઈ ભડક્યા લોકો, કરી રહ્યા છે ટ્રોલ

સોનમ કપૂરના નિવેદન બાદ ટ્રોલર્સે તેને મંદબુદ્ધી પણ કહી હતી. જો કે સોનમ કપૂરે ટ્રોલર્સને જવાબ આપીને તેમની બોલતી બંધ કરી. સોનમે ટ્વીટ કરતા લખ્યું હતું કે, દોસ્તો શાંત થઈ જાઓ... કોઈને વાતોને ફરાવીને તેને ખોટી સમજવી ત્યાં જ દેખાય છે કે તમે કેટલા ખોટા છો. તમે એ જ વિચારો છો જે તમારે વિચારવું છે. પરંતુ તેનાથી સામેવાળી વ્યક્તિને કોઈ ફરક નથી પડતો તમને પડશે. આત્મ ચિંતન કરો અને જોવો કે તમે કોણ છો...આશા છે કે તમને નોકરી મળશે.

sonam kapoor bollywood gossips gujarati mid-day