સોનમ ખૂબ જ હિંમતવાળી ફિલ્મો પસંદ કરી રહી છે : અનિલ કપૂર

12 March, 2019 09:10 AM IST  | 

સોનમ ખૂબ જ હિંમતવાળી ફિલ્મો પસંદ કરી રહી છે : અનિલ કપૂર

અનિલ કપૂર સંગ સોનમ કપૂર

સોનમે તેની છેલ્લી ફિલ્મ ‘એક લડકી કો દેખા તો ઐસા લગા’માં LGBT કમ્યુનિટીને પ્રમોટ કરી હતી. આ માટે તેનાં વખાણ પણ કરવામાં આવ્યાં હતાં. આ વિશે વધુ જણાવતાં અનિલ કપૂરે કહ્યું હતું કે ‘સોનમ ખૂબ જ હિંમતવાળી ફિલ્મો કરી રહી છે. ‘નીરજા’ એક એવી ફિલ્મ હતી જેણે તમામ માન્યતાઓને તોડી હતી. આ ફિલ્મ દ્વારા સોનમને એક ઍક્ટર તરીકે પોતાને સાબિત કરવાનો ચાન્સ મળ્યો હતો. હું આ માટે ‘નીરજા’ના ડિરેક્ટર રામ માધવાણીનો આભાર માનુ છું. ‘એક લડકી કો...’ દ્વારા સોનમને એક ઍક્ટર તરીકે પોતાને પ્રૂવ કરવાની વધુ એક તક મળી છે.

આ પણ વાંચો : અંધાધૂન પહોંચી ચીન

સોનમ ક્યારેય કોઈ પણ દૃશ્યને ઓવર-ડ્રામેટિક નથી કરતી. તે રિયલ પીપલ અને રિયલ સિચુએશન સાથે ખૂબ જ સારી રીતે કનેક્ટ થાય છે. તે ‘એક લડકી...’ના પાત્ર દ્વારા ખૂબ જ સારી રીતે કનેક્ટ થઈ હતી અને તેનો પર્ફોર્મન્સ એકદમ નૅચરલ હતો. ’

anil kapoor sonam kapoor bollywood news