પ્રમોશન દરમ્યાન સતત લાલ કપડામાં જોવા મળશે સોનમ કપૂર

29 August, 2019 11:27 AM IST  |  મુંબઈ

પ્રમોશન દરમ્યાન સતત લાલ કપડામાં જોવા મળશે સોનમ કપૂર

સોનમ કપૂર

સોનમ કપૂરની ‘ધ ઝોયા ફેક્ટર’ના ટ્રેલરને આજે જ્યોતિષીઓ દ્વારા લૉન્ચ કરવામાં આવશે. આ ફિલ્મના પ્રમોશનમાં તે સતત લાલ ડ્રેસમાં જોવા મળશે. આ ફિલ્મમાં સોનમ એક ઍડ કંપનીમાં એક્ઝિક્યુટિવનું પાત્ર ભજવી રહી છે જે ક્રિકેટ વર્લ્ડ કપ દરમ્યાન ઇન્ડિયન ટીમ માટે ગૂડ લક ચાર્મ બનીને આવે છે.

આ પણ વાંચો : આલિયા ભટ્ટને પોતાની આ ભૂલ પર આખી જિંદગી થશે પસ્તાવો...

આ ફિલ્મની સ્ટોરી નસીબ પર આધારિત હોવાથી એના ટ્રેલરને લૉન્ચ કરવા માટે પણ જ્યોતિષીઓને બોલાવવામાં આવ્યાં છે. આ ફિલ્મમાં સોનમ લાલ કપડાંને ગૂડ લક માને છે અને એથી જ તે પ્રમોશનમાં પણ લાલ કપડામાં જોવા મળશે.

sonam kapoor bollywood news