2019નું વર્ષ મારા માટે સંતોષજનક રહ્યું છે : સોનાક્ષી

27 December, 2019 12:18 PM IST  |  Mumbai

2019નું વર્ષ મારા માટે સંતોષજનક રહ્યું છે : સોનાક્ષી

સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહાએ જણાવ્યું હતું કે ૨૦૧૯નું વર્ષ તેનાં માટે સંતોષજનક અને પરિપૂર્ણ રહ્યું છે. સોનાક્ષીની આ વર્ષે ‘કલંક’, ‘ખાનદાની શફાખાના’, ‘મિશન મંગલ’ અને ‘દબંગ 3’ રિલીઝ થઈ હતી. આ ચારેય ફિલ્મોનો વિષય અલગ હતો. જોકે ‘મિશન મંગલ’ સિવાયની તમામ ફિલ્મને ક્રિટીક્સ અને દર્શકોએ વખોડી કાઢી હતી. આ વર્ષને સારુ જણાવતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘આ વર્ષનું એન્ડ સારુ થયું છે. હું ખૂબ નસીબદાર છું કે મને ચાર અલગ-અલગ ફિલ્મમાં કામ કરવાની તક મળી હતી. એક કલાકાર તરીકે મારા માટે આ પરિપૂર્ણ અને સંતોષજનક વર્ષ રહ્યું છે. હું ‘દબંગ 3’ની સફળતા સાથે ખૂબ જ સારી રીતે વર્ષને ગુડબાય કહી રહી છું. હું ખૂબ ખુશ છું.’

આ પણ વાંચો : Happy Birthday Salman Khan: એવી ફિલ્મો જેણે સલમાનને બનાવ્યો સુપરસ્ટાર

સોનાક્ષીએ ઍક્ટિંગની કોઈ પણ પ્રકારની ટ્રેઇનિંગ નથી લીધી. આ વિશે સોનાક્ષીએ કહ્યું હતું કે ‘મારુ માનવુ છે કે હું જે કંઈ પણ શીખી છું એ હું ફિલ્મનાં સેટ પર શીખી છું. મેં કોઈ પણ પ્રકારનાં વર્કશોપ્સ કે ઍક્ટિંગની ટ્રેઇનિંગ નથી લીધી. મને માત્ર એમ કહેવામાં આવ્યું હતું કે તારે ‘દબંગ’માં કામ કરવાનું છે. એથી હું જે કંઈ પણ શીખી છું એ હું સલમાન પાસેથી અને જે લોકો સાથે મેં કામ કર્યું છે તેમની પાસેથી શીખી છું. તે આજે પણ સખત મહેનત કરે છે. ઘણાં વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતો હોવા છતાં પણ તેનું કામ પ્રતિ સમર્પણ પ્રશંસનીય છે. હું એમ કરવાનો અને તેને અનુસરવાનો પ્રયાસ કરું છું.’

sonakshi sinha bollywood news