સલમાન ખાન સાથેના મારા રિલેશન ક્યારેય નહીં બદલાય : સોનાક્ષી સિંહા

10 April, 2019 11:29 AM IST  | 

સલમાન ખાન સાથેના મારા રિલેશન ક્યારેય નહીં બદલાય : સોનાક્ષી સિંહા

સોનાક્ષી સિંહા સાથે સલમાન ખાન

સોનાક્ષી સિંહાનું કહેવું છે કે તેની કરીઅરમાં તે કેટલી પણ આગળ વધી જાય સલમાન ખાન સાથેનાં તેનાં સમીકરણો કદી નહીં બદલાય. સોનાક્ષીએ હાલમાં જ સલમાન સાથે મધ્ય પ્રદેશનાં મહેશ્વરમાં ‘દબંગ ૩’નું શૂટિંગ શરૂ કયુંર્ છે. સલમાન વિશે સોનાક્ષીએ કહ્યું હતું કે ‘હું તાજેતરમાં જ ‘દબંગ ૩’ની ટીમમાં જોડાઈ છું. મહેશ્વરમાં મેં બે દિવસનું શૂટિંગ પણ કયુર્ં છે. હવે હું મુંબઈ પાછી ફરી છું, કારણ કે મારી ‘કલંક’ રિલીઝ થવાની છે અને હું એને પ્રમોટ કરી રહી છું. હું શૂટિંગ માટે પાછી જવાની છું. હું જ્યારે પણ ‘દબંગ’ના સેટ પર પહોંચું છું મારા માટે એ એક સ્પેશ્યલ ફીલિંગ હોય છે. ૧૦ વર્ષ પહેલાં મેં ‘દબંગ’ સાથે મારી જર્નીની શરૂઆત કરી હતી. સલમાન ખાન સાથે એ મારી પહેલી ફિલ્મ હતી. હું મારી કરીઅરમાં કેટલી પણ ફિલ્મો કરી લઉં અને એક અભિનેત્રી તરીકે અનેક સિદ્ધિ પણ મેળવી લઉં તો પણ સલમાન સાથેના મારાં સમીકરણો કદી પણ નહીં બદલાય. મારા સપનાને પૂરું કરવા માટે તેણે મને મદદ કરી છે. મને તો એ પણ જાણ નહોતી કે હું ઍક્ટિંગ પણ કરી શકું છું અને આજે હું એક ઍક્ટ્રેસ બની ગઈ છું.’

આ પણ વાંચો : મારા સ્ટારડમને લીધે મારી નજીકના લોકોને હાનિ પહોંચાડવામાં આવે એ ખોટું છે : વરુણ

‘દબંગ’ની ફ્રૅન્ચાઇઝીમાં ક્રૂ-મેમ્બર્સ અને મોટા ભાગના લોકો પણ એ જ હોય છે એવું જણાવતાં સોનાક્ષીએ કહ્યું હતું કે ‘માત્ર ફિલ્મની સ્ટોરી બદલાઈ જાય છે. આ ફિલ્મમાં કામ કરવા માટે હું ખૂબ ઉત્સાહિત છું એનું એક કારણ એ પણ છે કે હું ફરીથી પ્રભુ દેવા સાથે કામ કરીશ.’

sonakshi sinha Salman Khan dabangg 3