મારા સ્ટારડમને લીધે મારી નજીકના લોકોને હાનિ પહોંચાડવામાં આવે એ ખોટું છે : વરુણ

Published: Apr 10, 2019, 11:21 IST

વરુણ ધવને જણાવ્યું હતું કે તે સેલિબ્રિટી હોવાથી તેની સાથે જોડાયેલા લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવે તો એ અયોગ્ય કહેવાય.

વરુણ ધવન
વરુણ ધવન

વરુણ ધવને જણાવ્યું હતું કે તે સેલિબ્રિટી હોવાથી તેની સાથે જોડાયેલા લોકોને કોઈ પણ પ્રકારનું નુકસાન પહોંચાડવામાં આવે તો એ અયોગ્ય કહેવાય. તાજેતરમાં જ વરુણની એક ફૅન તેને ન મળી શકવાથી ખાસ્સી રોષે ભરાઈ હતી એટલું જ નહીં, તેણે વરુણની ગર્લફ્રેન્ડ નતાશા દલાલને મારી નાખવાની પણ ધમકી આપી હતી. આ મુદ્દો વધુ ચર્ચામાં આવતાં પોલીસ-ફરિયાદ નોંધવામાં આવી છે. આ ઘટના વિશે વરુણે કહ્યું હતું કે ‘પોલીસ આ સંદર્ભે યોગ્ય તપાસ કરી રહી છે એથી આ ઘટના વિશે હું કંઈ ન બોલી શકું. આ વાતને બાજુએ મૂકીને હું એટલું જરૂર કહીશ કે આ ખૂબ જ અયોગ્ય કહેવાય.

આ પણ વાંચો :કરણ કાપડિયા માટે બ્લૅન્કનું ગીત શૂટ કર્યું બનેવી અક્ષયકુમારે

મારા સેલિબ્રિટી સ્ટેટસની કિંમત મારી સાથે સંકળાયેલા લોકોએ શું કામ ચૂકવવી પડે? એ ખરેખર ખોટું છે. ફૅન્સની વાત આવે છે ત્યારે હું હંમેશાં તેમને મળવાનો પ્રયાસ કરું છું. હું તેમના માટે સમય કાઢીને તેમને મળવા પણ જાઉં છું. હું મારા ફૅન્સને એટલો જ પ્રેમ કરું છું જેટલો તેઓ મને પ્રેમ કરે છે. જોેકે આવી અપ્રિય ઘટનાઓને સાંખી લેવામાં નહીં આવે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK