'શકુંતલા દેવી'ની બાયોપિકમાં આવો હશે વિદ્યા બાલનનો લૂક

16 September, 2019 11:57 AM IST  |  મુંબઈ

'શકુંતલા દેવી'ની બાયોપિકમાં આવો હશે વિદ્યા બાલનનો લૂક

ફિલ્મ મિશન મંગલમાં વૈજ્ઞાનિકનું પાત્ર ભજવ્યા બાદ હવે એક્ટ્રે વિદ્યા બાલન મેથેમેટિશિયનની ભૂમિકામાં દેખાશે. આનંદકુમાર બાદ હવે દેશના બીજા એક ગણિતજ્ઞની બાયોપિક બનવા જઈ રહી છે, જેમાં વિદ્યા બાલન લીડ રોલમાં દેખાશે. વિદ્યા બાલન ભારતનું હ્યુમન કમ્પ્યુટર ગણાતા શકુંતલા દેવીનું પાત્ર ભજવશે. ફિલ્મના ફર્સ્ટ લૂકનું મોશન પોસ્ટર જાહેર થઈ ગયું છે. આ ફિલ્મ શકુંતલા દેવીની બાયોપિક છે અને વિદ્યા બાલનનો લૂક પણ તેમના જેવો જ રખાયો છે.

જે રીતે શકુંતલા દેવી ટૂંકા વાળ રાખતા હતા અને બિંદી લગાવતા હતા, તે જ રીતે વિદ્યા બાલન પણ સાડીમાં નાના વાળ અને બિંદી સાથે દેખાશે. વિદ્યા બાલને ફિલ્મનું મોશન પોસ્ટર અને ફર્સ્ટ લૂક પોતાના ઈન્સ્ટાગ્રામ અકાઉન્ટ પર શૅર કર્યો છે. આ પોસ્ટરમાં પહેલા બ્લેક બોર્ડ પર ગણિતા અંક, સવાલ દેખાય છે, બાદમાં વિદ્યા બાલનનો ફોટો બનતો દેખાય છે, જેમાં તે શકુંતલા દેવીના લૂકમાં છે.

અનુ મેનને ડિરેક્ટ કરેલી આ ફિલ્મની શરૂઆત લંડનથી થઈ ચૂકી છે, જો કે ફિલ્મની રિલીઝ ડેટ અંગે કોઈ ખુલાસો નથી થયો. આ ઉપરાંત વિદ્યા બાલન સિવાય ફિલ્મની બાકીની કાસ્ટને લઈને પણ કોઈ માહિતી સામે નથી આવી. ફિલ્મ 2020માં ઉનાળામાં રિલીઝ થાય તેવી શક્યતા છે. ફિલ્મને સોની પિક્ચર્સ નેટવર્ક્સ અને વિક્રમ મલ્હોત્રા પ્રોડ્યુસ કરી રહ્યા છે.

આ પણ વાંચોઃ Bhumika Barot: 'બસ ચા સુધી'ની આ એક્ટ્રેસ છે પાક્કી અમદાવાદી

ઉલ્લેખનીય છે કે ગણિતજ્ઞ શકુંતલા દેવીએ એવા કારનામા કર્યા છે, જે ચોંકાવનારા છે. કર્ણાટકના શકુંતલા દેવીએ 5 વર્ષની ઉંમરે જ ગણિતના એવા દાખલા સોલ્વ કર્યા હતા, જે 18 વર્ષના વિદ્યાર્થીઓ માટે બનાવવામાં આવ્યા હતા. શકુંતલા દેવી ગણિતના જીનિયસ તરીકે જાણીતા છે અને તેમનું નામ ગિનિઝ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ આવી ચૂક્યુ છે. તેમણે એવા દાખલા ગણતરીની મિનિટોમાં સોલ્વ કર્યા હતા, જે યાદગાર છે. એક વખત તેઓ ઈન્દિરા ગાંધી સામે ચૂંટણી પણ લડ્યા હતા.

vidya balan entertaintment bollywood