રણવીર સિંહને પછાડ્યો શાહિદ કપૂરે

20 February, 2020 03:33 PM IST  |  મુંબઈ

રણવીર સિંહને પછાડ્યો શાહિદ કપૂરે

કબીર સિંહ

શાહિદ કપૂરે બૉક્સ-ઑફિસ પર રણવીર સિંહને પાછળ છોડી દીધો છે. તેણે પહેલી વાર સોલો સેન્ચુરી મારી છે અને એ પણ ફક્ત પાંચ દિવસમાં. બીજી તરફ રણવીરે આઠ દિવસમાં સેન્ચુરી મારી હતી.

‘કબીર સિંહ’એ શુક્રવારે ૨૦.૨૧ કરોડ, શનિવારે ૨૨.૭૧ કરોડ, રવિવારે ૨૭.૯૧ કરોડ, સોમવારે ૧૭.૫૪ કરોડ અને મંગળવારે ૧૬.૫૩ કરોડની સાથે ટોટલ ૧૦૪.૯૦ કરોડ રૂપિયાનો બિઝનેસ કર્યો છે. રણવીર સિંહ સાથેની શાહિદની ‘પદ્માવત’ને બાદ કરતાં ‘કબીર સિંહ’ તેની પહેલી ફિલ્મ છે જેણે સો કરોડથી વધુનો બિઝનેસ કર્યો છે. આ ફિલ્મને પહેલાં ૨૫૦૦થી ૨૮૦૦ સ્ક્રીનમાં રિલીઝ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.

આ પણ વાંચો : ટિપ ટિપ બરસા પાની પર આલિયા ભટ્ટે કર્યો આવો ડાન્સ, જુઓ વીડિયો

જોકે એડ્વાન્સ બુકિંગને જોતાં આ ફિલ્મને આખરે ૩૧૨૩ સ્ક્રીનમાં રિલીઝ કરવામાં આવી હતી. ‘પદ્માવત’ને બાદ કરતાં રણવીરની ‘ગલી બૉય’એ ખૂબ જ સારો બિઝનેસ કર્યો હતો. ‘ગલી બૉય’એ આઠ દિવસમાં સો કરોડનો આંકડો પસાર કર્યો હતો, જ્યારે શાહિદની ફિલ્મે ફક્ત પાંચ દિવસમાં એ આંકડો પાર કરી દીધો છે.

shahid kapoor kiara advani ranveer singh bollywood news