Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > ટિપ ટિપ બરસા પાની પર આલિયા ભટ્ટે કર્યો આવો ડાન્સ, જુઓ વીડિયો

ટિપ ટિપ બરસા પાની પર આલિયા ભટ્ટે કર્યો આવો ડાન્સ, જુઓ વીડિયો

26 June, 2019 05:07 PM IST |

ટિપ ટિપ બરસા પાની પર આલિયા ભટ્ટે કર્યો આવો ડાન્સ, જુઓ વીડિયો

આલિયા ભટ્ટે કર્યો ડાન્સ.

આલિયા ભટ્ટે કર્યો ડાન્સ.


આલિયા ભટ્ટે આ ગીતની એક ઝલક સિવાય પોતાની યૂટ્યુબ ચેનલ વિશે પણ જણાવ્યું છે.

બોલીવુડની અભિનેત્રી આલિયા ભટ્ટે પોતાના પહેલા યૂ-ટ્યુબ વીડિયોમાં ફિલ્મ 'મોહરા'નું સુપરહિટ ગીત ટિપ ટિપ બરસા પાની પર ડાન્સ કર્યો છે. કાસ વાત તો એ છે કે આમાં આલિયા ભટ્ટ મસ્તી કરતી જોવા મળે છે. આ ગીતની ઝલક સિવાય આલિયા ભટ્ટે પોતાના યૂ-ટ્યુબ ચેનલ વિશે પણ વાત કરતી જોવા મળે છે.



યૂ-ટ્યુબ ચેનલ કરી લૉન્ચ


ફિલ્મ અભિનેત્રી આલિયા ભટ્ટ તાજેતરમાં બનારસની ગલીઓમાં ફિલ્મ 'બ્રહ્માસ્ત્ર'ની શૂટિંગ કરી રહી છે. સાથે જે તેણે પોતાની યૂ-ટ્યુબ ચેનલ પણ લૉન્ચ કરી છે. તેની જાહેરાત તેણે પોતાના સોશિયલ મીડિયા અકાઉન્ટ પર કરી છે. આ સિવાય તેણે વીડિયોની લિન્ક પણ શેર કરી છે.

ટિપ ટિપ બરસા પાની ગીત પર કર્યું ડાન્સ 


ટિપ ટિપ બરસા પાની ગીત પર ડાન્સ કરતી વખતે આલિયા ભટ્ટે પીળી સાડી પહેરી છે અને માથે સફેદ ટોપી પહેરી છે, અને આ ગીત પર ડાન્સ કરતી વખતે તેનો મસ્ત મિજાજી રૂપ પણ જોવા મળે છે.

વીડિયોમાં આલિયા ભટ્ટ કહે છે કે, "હું આજે મારી યૂ-ટ્યુબ ચેનલ લૉન્ચ કરી રહી છું. હું ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર તો છું જ અને હવે યૂ-ટ્યુબ પર પણ આવી ગઈ છું." આ અવસરે આલિયા ભટ્ટે એ પણ જણાવ્યું કે યૂટ્યુબ પર આવવાનું કારણ તે તેના ચાહકોની નજીક આવવા માગે છે તે છે.

આ પણ વાંચો : ફિલ્મ 83ના સેટ પર પંકજ ત્રિપાઠીથી કેમ બધા દૂર ભાગે છે?

દરમિયાન આલિયા ભટ્ટે એ પણ જણાવ્યું કે આ વીડિયો ચેનલમાં ચાહકોને આલિયા ભટ્ટને વધું નજીકથી જાણવાનો અવસર મળશે. આલિયા ભટ્ટ ટૂંક સમયમાં જ બ્રહ્માસ્ત્રમાં જોવા મળશે. આ ફિલ્મમાં રણબીર કપૂર અને અમિતાભ બચ્ચન પણ મુખ્ય ભૂમિકામાં છે.

Whatsapp-channel Whatsapp-channel

26 June, 2019 05:07 PM IST |

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK