શાહરુખે ધ લાયન ​કિંગ કેમ 40 વખત જોઈ?

19 July, 2019 11:38 AM IST  | 

શાહરુખે ધ લાયન ​કિંગ કેમ 40 વખત જોઈ?

શાહરુખ ખાન

શાહરુખ ખાને અત્યાર સુધીમાં ‘ધ લાયન કિંગ’ને ૪૦થી વધુ વખત જોઈ હશે. ‘ધ લાયન કિંગ’ના હિન્દી વર્ઝનમાં મુફાસાનો અવાજ શાહરુખે આપ્યો છે અને સિમ્બાનો અવાજ તેના દીકરા આર્યન ખાને આપ્યો છે. આજે રિલીઝ થઈ રહેલી આ ફિલ્મ વિશે વાત કરતાં શાહરુખે કહ્યું હતું કે ‘આ ફિલ્મ જ્યારે રિલીઝ થઈ ત્યારથી ‘ધ લાયન કિંગ’ જોવાનું અમે શરૂ કર્યું હતું.

મારા ત્રણ બાળકોનો જન્મ અલગ અલગ અંતરાળ દરમ્યાન થયો છે. અમે પિત્ઝા અથવા તો ઢોસા અથવા તો જે પણ બાળકોને પસંદ હોય એ બનાવતા અને ઘરમાં થિયેટર જેવુ વાતાવરણ ઊભુ કરતાં અને સાથે મળીને ‘ધ લાયન કિંગ’ જોતાં હતાં. મેં આ ફિલ્મ ૪૦થી વધુ વાર જોઈ હશે. સંપુર્ણ ફિલ્મ કદાચ ન જોઈ હોય, પરંતુ મારા બાળકો આ ફિલ્મ જોતાં હોય તો હું તેમની સાથે બેસીને આ ફિલ્મ જોઈ લઉં છું.

આ પણ વાંચો : આર્મી ઑફ ડેડના શૂટિંગ માટે અમેરિકા પહોંચી હુમા કુરેશી

ખરું કહું તો તમારા બાળકોને શું દેખાડવું એ ન વિચારી શકતા હો ત્યારે ‘ધ લાયન કિંગ’ જોઈ લેવી. બાળકોની ઉંમરનાં અલગ-અલગ સ્ટેજમાં અમે બૅડરૂમને થિયેટરમાં બદલીને સાથે સમય પસાર કરતાં હતાં. આજે પણ અમને ફિલ્મ જોવી હોય અથવા તો અમે જ્યારે હૉલીડે પર જઈએ ત્યારે ‘ધ લાયન કિંગ’ અથવા તો ‘ધ જંગલ બુક’ જોઈ લઈએ છીએ.’

Shah Rukh Khan aryan khan bollywood news