શાહરુખ ખાનને રિયલ હિરો કહ્યું સલમાન ખાને

01 November, 2019 10:49 AM IST  |  મુંબઈ

શાહરુખ ખાનને રિયલ હિરો કહ્યું સલમાન ખાને

શાહરુખ ખાન

અમિતાભ બચ્ચને આપેલી દિવાળી પાર્ટીમાં ઐશ્વર્યા રાય બચ્ચનની મૅનેજર અર્ચના સદાનંદના લેહંગામાં લાગેલી આગને શાહરુખ ખાને ઓલવતાં સલમાન ખાને તેને રિયલ હીરો જણાવ્યો છે. આગ ઓલવતી વખતે શાહરુખ પણ દાઝ્યો હતો. સલમાને શાહરુખની ‘હૅપી ન્યુ યર’નો એક સીન ઇન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. એ વિડિયોને સલમાન અવાજ આપતાં કહી રહ્યો છે કે ‘હીરો વો હોતા હૈ જો આગ મેં કૂદ કર ઉસે બુઝાકર જાન બચાતા હૈ.’

આ પણ વાંચો : સારા કન્ટેન્ટવાળી ફિલ્મો કરવાનું લક્ષ છે ભૂમિ પેડણેકરનું

શાહરુખને યાદ આવ્યા યશ ચોપડા

શાહરુખ ખાનને ફિલ્મમેકર યશ ચોપડાની યાદ આવી ગઈ છે. શાહરુખે એક વિડિયો શૅર કર્યો છે. આ વિડિયો પૅરિસનો છે જ્યાં એક મ્યુઝિશ્યન રસ્તા પર મ્યુઝિક વગાડી રહ્યો છે. સાથે જ તે ‘દિલવાલે દુલ્હનિયા લે જાયેંગે’નું ‘તુઝે દેખા તો યે જાના સનમ’ ગીત પણ ગાઈ રહ્યો છે. આ વિડિયો ટ્‍‍વિટર પર શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘અચાનક મને યશજીની યાદ આવી ગઈ છે. કદાચ તે સિંગરની કૅપને લીધે પણ હોઈ
શકે છે.’

Shah Rukh Khan Salman Khan bollywood news