બૉલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર સુહાના ખાન

01 July, 2019 10:36 AM IST  |  મુંબઈ

બૉલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર સુહાના ખાન

સુહાના ખાન

સુહાના ખાન ગ્રેજુયએટ થતાં તે હવે બૉલીવુડમાં એન્ટ્રી કરવા માટે તૈયાર છે. તેની ખાસ ફ્રેન્ડ અનન્યા પાંડેએ મેમા જ ‘સ્ટુડન્ટ ઑફ ધ યર ૨’ દ્વારા બૉલીવુડમાં એન્ટ્રી કરી છે. તેની ઉંમરની જાહ્‍‍નવી કપૂર અને સારા અલી ખાન પણ બૉલીવુડમાં આવી ગઈ છે. આ તમામ ઍક્ટ્રેસને કારણે હવે સુહાના પર સૌની નજર છે. શાહરુખે અગાઉ કહ્યું હતું કે જ્યાં સુધી તે ગ્રેજ્યુએટ ન થાય ત્યાં સુધી તે બૉલીવુડમાં એન્ટ્રી નહીં કરી શકે.

સુહાનાએ હાલમાં જ લંડનની અર્ડિંગ્લી કૉલેજમાંથી ગ્રૅજ્યુએશન પૂરું કર્યું છે. સુહાનાની ગ્રૅજ્યુએશન સેરેમનીમાં શાહરુખ અને ગૌરી ખાન હાજર હતાં. સુહાના અને ગૌરી સાથેનાં બે ફોટોઝ ટ્‍‍વિટર પર શૅર કરીને શાહરુખે ટ્વીટ કર્યું હતું કે ‘ચાર વર્ષ ઝડપથી પસાર થઈ ગયા. અર્ડિંગ્લી કૉલેજમાંથી તું ગ્રૅજ્યુએટ થઈ. લાસ્ટ પિત્ઝા... ટ્રેનની લાસ્ટ મુસાફરી અને રિયલ વર્લ્ડમાં પહેલું ડગલું. સ્કૂલ ભલે પૂરી થઈ હોય પરંતુ શીખવાનું કદી પૂરું નથી થતું. સ્કૂલનો લાસ્ટ દિવસ. તારા ભવિષ્યમાં નવા અનુભવો અને રંગો ઉમેરાતા જશે.’

આ પણ વાંચો : આ બોલીવુડ સેલેબ્સે એક નહીં, બે નહીં, ત્રણ કે ચાર વાર કર્યા છે લગ્ન

સુહાનાને ડ્રામામાં યોગદાન આપવા માટે આ ગ્રૅજ્યુએશન સેરેમનીમાં સન્માનિત કરવામાં આવી હતી. એનો વિડિયો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને ગૌરી ખાને કૅપ્શન આપી હતી કે ડ્રામામાં અતુલનિય યોગદાન આપવા માટે સુહાનાને ધ રસલ કપ આપવામાં આવ્યો હતો.

suhana khan Shah Rukh Khan bollywood news