Satte Pe Satta Remake: પ્રીતિ ઝિન્ટાએ ઠુકરાવી ફરાહ ખાનની ફિલ્મ

12 September, 2019 12:17 PM IST  |  મુંબઈ

Satte Pe Satta Remake: પ્રીતિ ઝિન્ટાએ ઠુકરાવી ફરાહ ખાનની ફિલ્મ

ફરાહ ખાનની ફિલ્મ માટે પ્રીતિ ઝિન્ટાએ પાડી ના

બોલીવુડની ખૂબસૂરત અભિનેત્રીમાંથી એક પ્રીતિ ઝિન્ટા લાંબા સમયથી કોઈ પણ ફિલ્મનો ભાગ નથી. હાલમાં જ સમાચારો આવ્યા છે ફહાર ખાનની ફિલ્મ સત્તે પે સત્તામાં પણ પ્રીતિ ઝિન્ટા હશે પરંતુ હવે આ સમાચારોને ફગાવી દેવામાં આવ્યા છે.


ડાયરેક્ટર ફરાહ ખાન જલ્દી જ 1982માં આવેલી ફિલ્મ સત્તે પે સત્તાની રીમેક બનાવવા જઈ રહી છે. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન અને હેમા માલિનીએ મુખ્ય ભૂમિકા નિભાવી હતી. બિગ બીનો રોલ નિભાવવા માટે મેકર્સે ઋતિક રોશનનું નામ ફાઈનલ કરી દીધું છે. ડેકન ક્રોનિકલના રિપોર્ટ અનુસાર મેકર્સે પ્રીતિ ઝિન્ટાને પણ આ ફિલ્મની ઑફર કરી હતી. પરંતુ તેણે તેનાથી ઈન્કાર કર્યો છે. જણાવવામાં આવી રહ્યું છે કે પ્રીતિને આ ફિલ્મમાં હેમા માલિનીના નહીં પરંતુ અન્ય રોલ ઑફર કરવામાં આવ્યો હતો, જેના કારણે પ્રીતિએ રોલ કરવાનો ઈન્કાર કરી દીધો.

આ પણ જુઓઃ જીનિતા રાવલે 'સર્જનથી વિસર્જન'ની થીમ પર કરાવ્યું ફોટોશૂટ, જુઓ ફોટોઝ

હાલમાં જ અહેવાલો આવ્યા હતા કે આ ફિલ્મમાં હેમા માલિનીની જગ્યાએ દીપિકા પાદુકોણ આવશે. પરંતુ દીપિકાએ પોતાના વ્યસ્ત શેડ્યુલને કારણે ના પાડી છે. જે બાદ ફિલ્મની કાસ્ટિંગ પર સૌની નજર છે. આ રીમેક પર રોહિત શેટ્ટી અને ફહાર ખાન એકસાથે મળીને બનાવી રહ્યા છે. હાલ બંને મળીને ફિમેલ લીડની સાથે વધુ 6 ચહેરાઓની પણ શોધમાં છે.

farah khan preity zinta