તેરે નામની સીક્વલની સ્ક્રિપ્ટ થઈ ગઈ પૂરી

24 April, 2019 10:37 AM IST  |  મુંબઈ

તેરે નામની સીક્વલની સ્ક્રિપ્ટ થઈ ગઈ પૂરી

સલમાન ખાન

‘તેરે નામ’ની સીક્વલની સ્ક્રિપ્ટ બનીને તૈયાર છે. આ ફિલ્મ ૨૦૦૩માં રિલીઝ થઈ હતી. ફિલ્મમેકર સતીશ કૌશિકે આ વાતની માહિતી આપતાં જણાવ્યું હતું કે આ ફિલ્મમાં નૉર્થ ઇન્ડિયાના ગૅન્ગસ્ટરની સ્ટોરી દેખાડવામાં આવશે. ફિલ્મના મુખ્ય કલાકારો વિશે હજી સુધી કોઈ નિર્ણય નથી લેવાયો. આ સંદર્ભે સતીશ કૌશિકે કહ્યું હતું કે ‘અમે હમણાં જ ‘તેરે નામ’ની સીક્વલની સ્ક્રિપ્ટ તૈયાર કરી છે. આ એક નૉર્થ ઇન્ડિયાની લવ સ્ટોરી હશે.

આ પણ વાંચો : સફળતાને મારા દિમાગ પર હાવી થવા નથી દેતો: મનોજ બાજપાઈ

સાથે જ ફિલ્મ ગૅન્ગસ્ટરની આસપાસ ફરશે. ફિલ્મની કાસ્ટ માટે સમય લાગશે. મેં હજી સુધી કોઈને અપ્રોચ નથી કર્યા. થોડા સમય અગાઉ જ ફિલ્મની સ્ક્રિપ્ટ અમે તૈયાર કરી છે.’

Salman Khan satish kaushik bollywood news