સૈફ-કરીનાના લગ્નમાં આવી દેખાતી હતી 16 વર્ષની સારા અલી ખાન

02 June, 2019 01:43 PM IST  |  મુંબઈ

સૈફ-કરીનાના લગ્નમાં આવી દેખાતી હતી 16 વર્ષની સારા અલી ખાન

સારા અલી ખાન અને ઈબ્રાહિમ ખાન સૈફ અલી ખાનના પહેલા લગ્નના સંતાનો છે. જો કે કરીના કપૂર અને સારા-ઈબ્રાહિમ વચ્ચેનું બોન્ડિંગ જોઈને લાગે કે આ પરિવાર વચ્ચે કોઈ મુશ્કેલી નથી. સારા અલી ખાન કરણ જોહરના ચેટ શો કોફી વીથ કરણમાં આ મામલે ખુલાસો પણ કર્યો હતો. જો કે આ ચર્ચા અત્યારે એટલે ચાલી રહી છે કે સૈફના પરિવારની એક તસવીર ઈન્ટરનેટ પર વાઈરલ થઈ રહી છે. આ તસવીર સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્નની છે.

આ તસવીરમાં સૈફ અલી ખાનનો આખો પરિવાર સાથે દેખાઈ રહ્યો છે. દાદી સાથે ઈબ્રાહિમ દેખાઈ રહ્યો છે. તો સારા અલી ખાન કરીના કપૂરની બાજુમાં ઉભી છે. ફોટોમાં સારા અલી ખાન હસી રહી છે. સૈફ અલી ખાન અને કરીના કપૂરના લગ્ન સમયે ઈબ્રાહિમ 11 વર્ષનો હતો તો સારા અલી ખાન માત્ ર16 વર્ષનો હતો. સારા અલી ખાને કરણના શોમાં કહ્યું હતું કે સૈફ અને કરીનાના લગ્નમાં તેને મમ્મી અમૃતાએ જ તૈયાર કરી હતી.

 સારાએ કહ્યું હતું કે કરીનાને તે નામથી બોલાવે છે. સારા અલી ખાને 'કૉફી વીથ કરણ'માં કહ્યું હતું કે જો તે કરીનાને 'છોટી માં' કહીને બોલાવશે તો કરીનાને આંચકો લાગશે. બાદમાં કરીનાએ પણ આ જદ પ્રકારની વાત કરી હતી. કરીનાએ કહ્યું હતું કે,'હું હંમેશા સૈફને કહું છુ કે હું સારા અને ઈબ્રાહિમની સારી મિત્ર નબી શકું છું, ક્યારેય તેમની માતા ન બની શકું, કારણ કે તેમની પાસે એક સુંદર મા છે. જેમણે આ બંને બાળકોને સારી રીતે મોટા કર્યા છે. હું બંનેને ખૂબ જ પ્રેમ કરું છું અને જિંદગીની દરેક સ્થિતિમાં જ્યારે તેમને મારી કે મારી સલાહની જરૂર પડશે તો હું તેમની સાથે જ છું.'

આ પણ વાંચોઃ ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરવા માગે છે સલમાન ખાન, વાંચો સલમાને કરેલી રસપ્રદ વાતો

ઉલ્લેખનીય છે કે તાજેતરમાં જ સોહા અલી ખાને ઈન્સ્ટાગ્રામ પર એક ફેમિલી ફોટો શૅર કર્યો હતો, જેમાં સારા અને ઈબ્રાહિમ પોતાના પિતા સૈફ અલી ખાન સાથે બેઠેલા દેખાતા હતા. આ ફોટોમાં કરીના કપૂર પણ પુત્ર તૈમુરને ખોળામાં લઈને સારાની સાથે બેઠેલી હતી. તો સોહા અલી ખાન માતા શર્મિલા સાથે ઉભેલી દેખાઈ રહી હતી.

saif ali khan sara ali khan kareena kapoor bollywood