સારા અલી ખાને જણાવ્યું કેવા છે તેના અને કરીના કપૂરના સંબંધો

22 August, 2019 01:59 PM IST  |  મુંબઈ

સારા અલી ખાને જણાવ્યું કેવા છે તેના અને કરીના કપૂરના સંબંધો

સારા અલી ખાને જણાવ્યું કેવા છે તેના અને કરીના કપૂરના સંબંધો

બોલીવુડ અભિનેત્રી સારા અલી ખાન અને કરીના કપૂર ખાન વચ્ચે કેવા સંબંધો છે તે વાત અનેકવાર સામે આવી ચુકી છે. સારા ભલે કરીનાને માતા ન બોલાવતી હોય, પરંતુ બંને ખૂબ જ સારા મિત્રો છે. અનેકવાર તેમને સાથે જોવામાં આવ્યા છે. એટલું જ નહીં, કરીનાના દીકરા તૈમુર અલી ખાનને પણ બહુ જ પ્રેમ કરે છે. હાલમાં જ ફેમિનાને આપેલા ઈંટરવ્યૂમાં સારા અને પોતાના અને કરીના વચ્ચેને સંબંધોને લઈને ખુલીને વાત કરી છે.

સારાએ કહ્યું, કે કરીના મારી મિત્ર છે. પણ હું પણ તેમની વધારે ઈજ્જત કરું છું કારણ કે તે મારા પિતાની પત્ની છે. મે અનુભવ કર્યો છે કે મારા પાપા પણ તેની સાથે ઘણા ખુશ છે. રહી વાત અમે બંને વચ્ચેના સંબંધઓનો તો અમે બંને એક જ પ્રોફેશનમાંથી આવીએ છે એટલે અમે સારા મિત્રો છે. અમારી વધારે વાત કામને લઈને જ થાય છે. આ પહેલા પણ સારા કરીના અને પોતાના સંબંધો પર ખુલીને વાત કરી રહી છે.  

કૉફી વિથ કરણમાં સારાએ જણાવ્યું હતું કે કરીના તે મા કે છોટી મા નથી કહેતી પરંતુ નામથી બોલાવે છે. એ વાતથી ન તો કરીનાને કે ન તો કરીનાને કે ન તો સૈફને કોઈ જ વાંધો છે. તેમણે ક્યારેય એવું દબાણ નથી કર્યું કે તે કરીનાને મા કહીને બોલાવે. સારાના વર્ક ફ્રંટની વાત કરીએ તો તે જલ્દી જ લવ આજ કલ અને કુલ નંબર વનમાં નજર આવશે. તો કરીને હાલ અંગ્રેજી મીડિયમનું શૂટિંગ કરી રહી છે.


sara ali khan kareena kapoor saif ali khan