ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં કાર્તિક અને સારા એકસાથે જોવા મળશે

23 March, 2019 11:29 AM IST  | 

ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં કાર્તિક અને સારા એકસાથે જોવા મળશે

કાર્તિક આર્યન અને સારા અલી ખાન

ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મનું શૂટિંગ કાર્તિક આર્યન અને સારા અલી ખાને શરૂ કરતાં તેઓ માનની લાગણી અનુભવી રહ્યાં છે. કાર્તિક અને સારા પહેલી વાર આ ફિલ્મમાં એકસાથે જોવા મïળવાનાં છે. બન્નેનો ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને કાર્તિકે કૅપ્શન આપી હતી કે ‘મારા ફેવરિટ ઇમ્તિયાઝ અલી સાથે ફિલ્મ શરૂ કરવી એ મારા માટે સન્માનની વાત છે. ૨૦૨૦ની ૧૪ ફેબ્રુઆરીએ આ ફિલ્મ રિલીઝ થવાની છે. હા, આ જ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે.’

આ પણ વાંચો : દીપિકા પાદુકોણનો એરપોર્ટ લૂક, આ સ્ટાર્સ પણ હાજર, જુઓ તસવીરો

આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શૅર કરીને સારાએ કૅપ્શન આપી હતી કે ‘ઇમ્તિયાઝ અલીની આગામી ફિલ્મને લઈને હું ખૂબ જ સન્માન અનુભવું છું. હું તેમનો આભાર માનવાની સાથે જ ખૂબ ઉkસાહિત પણ છું. કાર્તિક આર્યન અને રણદીપ હૂડા સાથેની આ ફિલ્મ ૨૦૨૦ની ૧૪ ફેબ્રુઆરીએ રિલીઝ થવાની છે.’

kartik aaryan sara ali khan imtiaz ali bollywood news