સંજય લીલા ભણસાલી ભાણેજ શર્મિન સેગલ અને મિઝાન જાફરીને લૉન્ચ કરશે

03 March, 2019 09:05 AM IST  | 

સંજય લીલા ભણસાલી ભાણેજ શર્મિન સેગલ અને મિઝાન જાફરીને લૉન્ચ કરશે

સંજય લીલા ભણસાલી

સંજય લીલા ભણસાલીના પ્રોડક્શન હાઉઝ દ્વારા તેમની ભાણેજ શર્મિન સેગલ અને જાવેદ જાફરીનો દીકરો મિઝાન બૉલીવુડમાં ઍન્ટ્રી કરી રહ્યાં છે. આ વાત ઘણા સમયથી ચર્ચાઈ રહી હતી, પરંતુ હવે એના પર મહોર લાગી ગઈ છે. શર્મિન એ સંજય લીલા ભણસાલીની બહેન બેલા ભણસાલી સેગલની દીકરી છે. બેલા સેગલે ૨૦૧૨માં આવેલી ‘શીરીન ફરહાદ કી તો નિકલ પડી’ને ડિરેક્ટ કરી હતી. ભણસાલી પ્રોડક્શન હાઉઝની ‘મલાલ’ નામની આ ફિલ્મ દ્વારા તે એન્ટ્રી કરશે. પહેલાં એવી ચર્ચા હતી કે આ ફિલ્મમાં શ્રીદેવી અને બૉની કપૂરની દીકરી ખુશી કપૂર ચમકવાની છે. જોકે, હવે શર્મિનની એન્ટ્રી પાક્કી થઈ ગઈ છે. શર્મિને આ પ્રોડક્શન હાઉઝ સાથે ટોટલ ત્રણ ફિલ્મોનો કૉન્ટ્રૅક્ટ કર્યો છે. બૉલીવુડમાં એન્ટ્રીને લઈને શર્મિને કહ્યું હતું કે ‘મેં જ્યારે એક કલાકાર બનવાનું નક્કી કર્યું હતું ત્યારે હું એ વાતથી જ ખૂબ ઉત્સાહિત થઈ ઊઠી હતી કે હવે હું ઇમોશન્સ અને એક્સપિરિયન્સને ફીલ કરી શકીશ. આવો અનુભવ મને દરરોજ નથી મળવાનો. હું ખુશ છું કે આ ફિલ્મ દ્વારા મને લૉન્ચ કરવામાં આવી. આ થોડું અઘરું છે, પણ મને એક સારો અનુભવ મળશે.’

આ પણ વાંચો : Box Office: લુકા છુપીએ પહેલા દિવસે કરી ધુઆંધાર કમાણી, કાર્તિકે બનાવ્યો રેકોર્ડ

આ ફિલ્મ મળતાં પોતાની ખુશી વ્યક્ત કરતાં મિઝાને કહ્યું હતું કે ‘ઍક્ટર બનવાનું મારું બાળપણનું સપનાં નહોતું. જોકે સંજયસરે મને આ સપનું દેખાડ્યું છે અને મને લૉન્ચ કરીને એ પૂરું પણ કર્યું છે.’

sanjay leela bhansali bollywood news