સલમાને દબંગ 3ના સ્પેશ્યલ સૉન્ગ માટે સનીની જગ્યાએ પસંદ કરી મૌની રૉયને?

07 April, 2019 08:37 PM IST  | 

સલમાને દબંગ 3ના સ્પેશ્યલ સૉન્ગ માટે સનીની જગ્યાએ પસંદ કરી મૌની રૉયને?

મૌની રૉય

‘દબંગ ૩’ના સ્પેશ્યલ સૉન્ગ માટે મૌની રૉય અને સની લીઓનીનાં નામ પર હાલ ચર્ચા ચાલી રહી છે. જોકે બન્નેમાંથી કોઈનું નામ ફાઇનલ નથી કરવામાં આવ્યું. આ ફિલ્મનું શૂટિંગ મધ્ય પ્રદેશમાં ચાલી રહ્યું છે. ‘દબંગ’ની વાત કરીએ તો એમાં મલાઇકા અરોરાએ ‘મુન્ની બદનામ’માં કામ કર્યું હતું. ‘દબંગ ૨’માં ‘ફેવિકૉલ સે’માં કરીના કપૂર ખાને ડાન્સ કર્યો હતો. હવે ‘દબંગ ૩’માં પણ સ્પેશ્યલ સૉન્ગની ચર્ચા ચાલી રહી છે. આ ગીતમાં કોણ ડાન્સ કરશે એના માટે મૌની રૉય અને સની લીઓનીનાં નામ ચર્ચામાં છે. અરબાઝ ખાન અને ડિરેક્ટર પ્રભુ દેવાની ઇચ્છા છે કે સની લીઓની આ સ્પેશ્યલ સૉન્ગ કરે.

આ પણ વાંચો : ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં સારા કામ કરતી હોવાથી હું ખૂબ ખુશ છું : સૈફ

જોકે સલમાન આ ગીત માટે મૌની રૉયને લેવા માગે છે. સલમાન મુજબ મૌની આકર્ષક તો છે જ સાથે જ આ ગીત માટે પણ તે બંધ બેસે છે. આ ગીતમાં સલમાન પોતે પણ ડાન્સ કરતો જોવા મળશે. ગીત માટે હજી સુધી કોઈ નામ પર મહોર લગાવવામાં નથી આવી. એવી શક્યતા લાગી રહી છે કે ‘દબંગ ૩’ના સ્પેશ્યલ નંબર માટે મૌનીની પસંદગી થવાની છે.

dabangg Salman Khan mouni roy dabangg 3