ઇમ્તિયાઝ અલીની ફિલ્મમાં સારા કામ કરતી હોવાથી હું ખૂબ ખુશ છું : સૈફ
સૈફ અલી ખાન
સૈફ અલી ખાન હાલમાં ખુશ છે કેમ કે તેની દીકરી સારા અલી ખાન ઇમ્તિયાઝ અલીની ફિલ્મ ‘લવ આજ કલ ૨’માં કામ કરી રહી છે. આ ફિલ્મમાં તેની સાથે કાર્તિક આર્યન પણ જોવા મળશે. ફિલ્મ વિશે સૈફે કહ્યું હતું કે ‘આ ખૂબ જ સારી ફિલ્મ છે અને હું પોતે પણ ખૂબ જ એક્સાઇટેડ છું કે ઇમ્તિયાઝ અલી સાથે સારા કામ કરી રહી છે. હું આ બન્ને યુવા કલાકારો સારા અને કાર્તિકને શુભેચ્છા આપું છું.’
આ પણ વાંચો : અક્ષયકુમારની હિરોઇન બનશે કિઆરા અડવાણી
ADVERTISEMENT
આ ફિલ્મમાં કાર્તિકના ડૅડીનું પાત્ર ભજવી રહ્યો હોવાની ચર્ચા વિશે સૈફે કહ્યુ હતું કે ‘ખરું કહું તો જો ઇન્ટરેસ્ટિંગ પાત્ર અને સમય સાથ આપે તો મને ઑફર થયેલું દરેક પાત્ર કરવું છે. એ સારી વાત છે કે ઇમ્તિયાઝે મને ‘લવ આજ કલ’ની સીક્વલ ઑફર કરી છે. અફવા પર ધ્યાન દોરતાં હું એટલું જરૂર કહીશ કે મેં હજી સુધી આ ફિલ્મ સાઇન નથી કરી.’