સલમાન ખાને શૅર કર્યો સંજય દત્તનો વર્ષો જૂનો ફોટો

30 July, 2019 06:04 PM IST  |  મુંબઈ

સલમાન ખાને શૅર કર્યો સંજય દત્તનો વર્ષો જૂનો ફોટો

સંજય દત્તે 29 જુલાઈના રોજ પોતાનો 60મો જન્મદિવસ ઉજવ્યો છે. પોતાના જન્મદિવસે સંજય દત્તે હોમ પ્રોડક્શનની ફિલ્મ પ્રસ્થાનમનું ટીઝર રિલીઝ કર્યું છે. સંજય દત્તના જન્મદિવસે સલમાન ખાને બાબાને પોતાના અંદાજમં શુભેચ્છા પાઠવી. સલમાન ખાને સંજય દત્તનો જૂનો ફોટો શૅર કરીને જન્મદિવસની શુભેચ્છા આપી. સલમાન ખાને સંજય દત્ત સાથેનો પોતાનો જૂનો ફોટો શૅર કર્યો છે, આ ફોટો બંને સ્ટાર્સનો યુવાનીના સમયનો છે.

આ ફોટો સાથે સલમાન ખાને લખ્યું છે,'હેપ્પી બર્થ ડે બાબા.' અને બંનેનો સાથે ફોટો ઈન્સ્ટાગ્રામ પર શૅર કર્યો છે. આ ફોટોમાં બંને ક્યૂટ લાગી રહ્યા છે. ફોટોમાં સંજય દત્તે ગ્રે ટેન્ક ટોપ અને લાઈટ બ્લુ જીન્સ પહેર્યું છે. જ્યારે સલમાન ખાને ઓમ્બ્રે ઓરેન્જ ટી શર્ટ અને લાઈટ બ્લૂ જીન્સ પહેર્યું છે. બંને એક્ટર એકબીજાના હાથમાં હાથ પકડીને કોઈ જોક પર હસતા દેખાઈ રહ્યા છે. સલમાન ખાન અને સંજય દત્તનો આ થ્રો બેક ફોટો તમને પણ જૂના દિવસો યાદ કરાવી દેશે.

આ પણ વાંચોઃ 'રામ તેરી ગંગા મેલી'ની મંદાકિની યાદ છે ? જુઓ અત્યારે કેવી લાગે છે 

આ ફોટોમાં તમે બંનેની એક્સાઈટમેન્ટ જોઈ શકો છો. ફેન્સ પણ આ ફોટો જોઈને વખાણી રહ્યા છે. એક યુઝરે કમેન્ટ કરીને કહ્યું,'અમે તમને ફરી સાથે જોવા માટે એક્સાઈટેડ છીએ.' તો બીજા એક યુઝરે લખ્યું,'તમે બંને મારા સૌથી ફેવરિટ છો.' તો બીજા એ ફેને કહ્યું,'ચલ મેરે ભાઈ.... ચલ ચલ મેર ભાઈ... યે જોડી હૈ નંબર 1' જો તમને યાદ હોય તો સલમાન અને સંજય દત્ત છેલ્લે 2000ના વર્ષમાં આવેલી કરિશ્મા કપૂર સ્ટારર ફિલ્મ ચલ મેરેભાઈમાં સાથે દેખાયા હતા.

Salman Khan sanjay dutt bollywood