ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરવા માગે છે સલમાન ખાન, વાંચો ખાસ Interview

02 June, 2019 11:52 AM IST  |  મુંબઈ | ભાવિન રાવલ

ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરવા માગે છે સલમાન ખાન, વાંચો ખાસ Interview

કેટરીનાએ કહ્યું હતું કે આ ફિલ્મ માટે સલમાનને નેશનલ એવોર્ડ મળવો જોઈએ ?

મને કોઈ નેશનલ એવોર્ડ નથી જોઈતો. મને ફક્ત રિવોર્ડ જોઈએ છે. આખો દેશ પિક્ચર જુએ એનાથી મોટો રિવોર્ડ કશો નથી.

ટ્યુબલાઈટ એટલી હિટ નહોતી રહી, તો આમાં તમે શું ખાસ કર્યું છે ?

ટ્યુબલાઈટની રિલીઝ મને ખોટી લાગતી હતી. ફિલ્મ સારી હતી. પણ ઈદ પર લોકોને ધમાકેદાર ફિલ્મો જોવી છે. દબંગ ભારત જેવી ફિલ્મો જોવી હોય છે. કીક જેવી જોવી હોય છે. એન્જોય કરવા માગે છે. પરંતુ લોકો રોતા રોતા બહાર નીકળ્યા. એટલે કદાચ ફિલ્મ ના ચાલી.

તમે પ્રમોશન દરમિયાન હંમેશા 'થેન્ક યુ, પ્રિયંકા' કેમ કહો છો ?

પ્રિયંકાનો આભાર તો માનવો જોઈએ. પ્રિંયકા પાંચ દિવસ પહેલા મૂવી છોડી ન હોત, તો કેટરીના આ ફિલ્મમાં કેવી રીતે આવતી ? આટલો સારો રોલ છે, પરંતુ હાલ પ્રિયંકા પત્નીનો જે રોલ કરે છે, એ આના કરતા પણ સારો રોલ છે.

70ના દાયકાનો રોલ કર્યો છે, કેટલું અઘરું રહ્યું, આ ફિલ્મ માટે તમને પ્રેશર લાગ્યુ હતું ?

ના, બિલકુલ પ્રેશર નથી લાગ્યું. કેરેક્ટર જ એટલું સ્ટ્રોંગ છે. એન્ટરટેઈનિંગ છે, થોડુ ખડૂસ છે. મને તો મજા પડી આ કેરેક્ટર કરવાની.

તમે પ્રિયંકા ચોપરા સાથે ફરી કામ કરશો ?

હા જો સારો રોલ તે લઈને આવશે, સારો પ્રોજેક્ટ હશે તો સાથે કામ કરીશું.

તમારો તમારા પિતા સાથેનો સંબંધ કેવો છે. કેવી રિલેશનશિપ રહી છે ?

જ્યારે અમે નાના હતા, અમને તેમની સાથે વધુ સમય વીતાવવા નહોતો મળતો. તેઓ કામમાં વ્યસ્ત રહેતા હતા. અમે થોડા સમજદાર થયા તો અમને પપ્પાનો થોડો ખરાબ સમય હતો. ઈન્ડસ્ટ્રીના સૌથી મોટા રાઈટરને કામ નહોતું મળતું. ચાર વર્ષનો સમય અઘરો હતો. પછી તેમણે ફરી કામ શરૂ કર્યું, મેં કામ શરૂ કર્યું. હવે તો એકદમ ચિલ્ડ રિલેશનશિપ છે. અમે પણ મોટા થયા છીએ, તો પપ્પા અમારા ફ્રેન્ડઝ જેવા છે. ડબલમીનિંગ જોક્સ પણ શૅર કરીએ છીએ. અમારા ફ્રેન્ડ્ઝ એમના ફ્રેન્ડ્ઝ છે, એમના ફ્રેન્ડઝ અમારા ફ્રેન્ડઝ છે.

 

સલમાનને ચૂંટણી લડવી છે ? ક્યારેય ઓફર મળી કે તમને ક્યારેય એવું લાગ્યું કે ચૂંટણી લડવી છે ?

ના, મને હજી સુધી આવી ઓફર નથી આવી. અને જો ઓફર આવે તો પણ હાલના સમયમાં મારો કોઈ એવો વિચાર નથી.

25 વર્ષથી તમે જે રોલ કરો તે લોકોને પસંદ આવે છે ? આટલી લોકપ્રિયતા, સક્સેસનો મંત્ર શું છે ?

સક્સેસ કે લોકપ્રિયતાનો મંત્ર નથી. હું મારી જાતને લકી માનું છે કે, મને આટલું મળ્યું. બસ મને મળી રહ્યું છે.

ઉરી, કેસરી દેશભક્તિ લોકોની નસનસમાં છે. ભારતમાં પણ દેશભક્તિ દેખાય છે, ફિલ્મને આનો કેટલો લાભ મળશે ?

તમે આ દેશમાં જનમ્યા છો, તમને જે મળ્યું એ બધું અહીંનું છે. એટલે તમારે દેશભક્ત હોવું જરૂરી છે. બધા લોકો દેશભક્ત છે, બધાએ દેશભક્ત રહેવું જોઈએ. જે લોકો કૌભાંડો કરે છે, ચોરી ચપાટી કરે છે, એ બધા દેશભક્ત નથી. દેશભક્ત છો તો પ્રામાણિક રહો. બીજું કંઈ સાબિત કરવાની જરૂર નથી.

આ પણ વાંચોઃ આવા હતા હિન્દી સિનેમાના પહેલા 'શૉ-મેન', જુઓ રૅર તસવીરો

સલમાને લવયાત્રિ બનાવી, ગુજરાત બેકગ્રાઉન્ડ પર બેઝ્ડ હતી, ગુજરાતી ફિલ્મો પણ સારી બની રહી છે તો સલમાન ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરશે ?

હા, ગુજરાતી ફિલ્મ પ્રોડ્યુસ કરવી છે. ઈવન ગુજરાતી નહીં ભારતની બધી જ રિજનલ ભાષાઓમાં ફિલ્મો બનાવવી છે.

Salman Khan katrina kaif bollywood entertaintment