ઈદ પર રિલીઝ નહીં થાય સલમાન ખાનની 'કિક ટુ', પ્રોડ્યુસરે કર્યું કન્ફર્મ

01 September, 2019 01:42 PM IST  |  મુંબઈ

ઈદ પર રિલીઝ નહીં થાય સલમાન ખાનની 'કિક ટુ', પ્રોડ્યુસરે કર્યું કન્ફર્મ

બોલીવુડ એક્ટર સલમાન ખાનની ફિલ્મ કિક બોક્સ ઓફિસ પર હિટ સાબિત થઈ હતી. ત્યારે સલમાન ખાનની આ ફિલ્મની સિક્વલ પણ ચર્ચામાં છે. કેટલાક દિવસો પહેલા સલમાન ખાને આ કિકનો પોતાનો ફેમસ ડાઈલોગ ટ્વિટ કર્યો હતો. જે બાદ ફિલ્મ કિક 2 ટૂંક સમયમાં રિલીઝ થાય તેવી ચર્ચા શરૂ થઈ હતી. સાથે જ ઈન્શાહઅલ્લાહ ઈદ પર રિલીઝ નથી થવાની. ત્યારે કિક ટુ આગામી વર્ષે ઈદ પર રિલીઝ થાય તેવી શક્યતા હતી. જો કે ફિલ્મના પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલાએ કહ્યું કે આ ફિલ્મ આગામી વર્ષે ઈદ પર રિલીઝ નહીં થાય.

તાજેતરમાં જ કિક ટુના પ્રોડ્યુસર સાજિદ નડિયાદવાલા મુંબઈમાં એક ઈવેન્ટમાં હાજર રહ્યા હતા. તેમણે કહ્યું કે કિક ટુ આગામી વર્ષે ઈદ પર રિલીઝ નહીં થઈ શકે. સાજિદ નડિયાદવાલાએ કહ્યું કે કિક ટુની સ્ટોરી લખવાની હજી શરૂઆત નથી થઈ. ત્યારે ફિલ્મ ઈદ પર રિલીઝ ન થઈ શકે. તેમણે કોઈનું નામ લીધા વિના કહ્યું કે હું તેમના ઘરે ગયો હતો, તેમણે મને પુછ્યુ કે આ ફિલ્મ માટે તમે કેટલા તૈયાર છો. તો મેં કહ્યું કે સ્ક્રિપ્ટનો પહેલો ડ્રાફ્ટ લખાયો છે અને ફરી લખવા માટે હજી 3થી 6 મહિના જોઈશે. એટલે ઈદ સુધી તો સ્ક્રીપ્ટ જ લખાશે.

આ જ તકનો ફાયદો ઉઠાવતા લક્ષ્મી બોમ્બના મેકર્સે પોતાની ફિલ્મ ઈદ પર રિલીઝ કરવાનો નિર્ણય કર્યો છે. તો બીજી તરફ સંજય લીલા ભણસાલીની ફિલ્મ ઈન્શાહઅલ્લાહ પણ લેટ થઈ રહી છે. ત્યારે સલમાન ખાન આગામી વર્ષે માત્ર કિક ટુ લઈને આવે તેવી શક્યતા છે. સલમાન ખાને ટ્વિટ કરીને કિકનો ડાયલોગ ટ્વિટ કરતા લખ્યું હતું,'ઈતના મત સોચના મેરે બારે મેં, દિલ મેં આતા હું ઓર ઈદ પર ભી.

આ પણ વાંચોઃ જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

સલમાનના આ ટ્વિટથી લોકોને આશા છે કે બોલીવુડના ભાઈજાનની કોઈ ફિલ્મ તો ઈદ પર રિલીઝ થશે જ. આ સાથે જ એક રિપોર્ટ એવો પણ છે કે ઈદ પર નો એન્ટ્રી 2 પણ રિલીઝ થઈ શકે છે. આ ફિલ્મનો પહેલો ભાગ 14 વર્ષ પહેલા રિલીઝ થયો હતો.

Salman Khan sajid nadiadwala kick entertaintment