નોટબુકમાં પહેલાં કામ કરવાનો હતો સલમાન

27 March, 2019 10:54 AM IST  | 

નોટબુકમાં પહેલાં કામ કરવાનો હતો સલમાન

સલમાન ખાન સાથે પ્રનૂતન અને ઝહીર ઇક્બાલ

સલમાન ખાનનું કહેવું છે કે તેના પ્રોડક્શન હેઠળ બનેલી ‘નોટબુક’માં પહેલાં તે કામ કરવાનો હતો. ‘નોટબુક’માં સલમાન તેના બાળપણના મિત્રના દીકરા ઝહીર ઇક્બાલ અને મોહનિસ બહલની દીકરી પ્રનૂતનને બૉલીવુડમાં લૉન્ચ કરી રહ્યો છે. આ ફિલ્મને તેણે પ્રોડ્યુસ કરી હોવાથી એમાં તેણે પ્રોડ્યુસર તરીકે શું ઇનપુટ આપ્યાં હોવાનું પૂછતાં સલમાને કહ્યું હતું કે ‘આ ફિલ્મ મારી પાસે જ્યારે આવી ત્યારે મને ખબર હતી કે આ ખૂબ જ સારી ફિલ્મ છે. આ ફિલ્મ મારી પાસે ઘણા સમય પહેલાં આવી હતી અને એમાં હું પહેલાં કામ કરવાનો હતો. જોકે ત્યાર બાદ મારી ઇમેજ બદલાઈ ગઈ હોવાથી હું એ નહોતો કરી શક્યો. ઉદાહરણ તરીકે સુભાષ ઘઈ સર મારી પાસે ‘યુવરાજ’ લઈને આવ્યા હતા ત્યારે મેં તેમને ‘હીરો’માં કામ કરવું છે એમ કહ્યું હતું.

આ પણ વાંચો : શમશેરામાં ડબલ રોલમાં જોવા મળશે રણબીર?

જોકે ત્યાર બાદ અમે સૂરજ પંચોલીને લૉન્ચ કર્યો હતો. એવું નહોતું કે આ ફિલ્મની સ્ક્રિપ્ટ પસંદ નહોતી પડી, પરંતુ ઘણાં કારણોસર હું એ નહોતો કરી શક્યો. અમે દરેક સ્ક્રિપ્ટ મારા પપ્પાને દેખાડીએ છીએ. ફિલ્મનો પ્લોટ શું છે એ વિશે પણ જણાવીએ છીએ અને તેમને ફિલ્મ પણ દેખાડીએ છીએ. ત્યાર બાદ શું રાખવું? શું કાઢી નાખવું? ફિલ્મમાં લોકોને શું પસંદ પડશે વગેરે જેવી બાબતો તેઓ અમને કહે છે.’

Salman Khan bollywood news