ફિલ્મસિટીમાં ભારતના સેટ પર સલમાન માટે બન્યું જિમ

16 January, 2019 09:37 AM IST  | 

ફિલ્મસિટીમાં ભારતના સેટ પર સલમાન માટે બન્યું જિમ

સલમાન ખાન

સલમાન ગમે ત્યાં હોય, તે તેની કસરત ક્યારેય નથી છોડતો. તે હવે ફિલ્મસિટીમાં તેની ‘ભારત’નું શૂટિંગ કરી રહ્યો છે. આ શૂટિંગ દરમ્યાન તે કસરત કરી શકે એ માટે બનેવી અને ફિલ્મના પ્રોડ્યુસર અતુલ અગ્નિહોત્રીએ દસ હજાર સ્ક્વેરફીટનું જિમ બનાવ્યું છે. આ જિમમાં તમામ સાધન સલમાને હાલમાં જ લૉન્ચ કરેલા ફિટનેસ બ્રૅન્ડનાં છે. સલમાન રોજ તેના બાંદરાના ઘરથી ગોરેગામ જવા નહોતો ઇચ્છતો એથી ફિલ્મસિટીની નજીક જ તેણે રહેવાનો નિર્ણય લીધો છે.

આ પણ વાંચો : રાજકુમાર હીરાણી સત્યને પકડીને ચાલનાર વ્યક્તિ છે : શર્મન જોષી

આ કારણસર તેના માટે જિમ બનાવવામાં આવ્યું છે, જેને બનાવવા પાછળ એક અઠવાડિયાનો સમય લાગ્યો હતો. આ જિમનો ઉપયોગ સલમાનની સાથે ફિલ્મની ટીમ પણ કરી રહી છે.

Salman Khan bollywood news