સેક્રેડ ગેમ્સ 2માં પાતળો દેખાશે સૈફ અલી ખાન

31 July, 2019 09:38 AM IST  |  મુંબઈ

સેક્રેડ ગેમ્સ 2માં પાતળો દેખાશે સૈફ અલી ખાન

સૈફ અલી ખાન

વિડિયો સ્ટ્રીમિંગ સર્વિસ ‘નેટફ્લિક્સ’ના વેબ શો ‘સેક્રેડ ગેમ્સ 2’માં સૈફ અલી ખાન નવા લુકમાં જોવા મળશે. આ શોની પહેલી સીઝનમાં સૈફે પોલીસ ઑફિસર સરતાજ સિંહનું પાત્ર ભજવ્યું હતું, જે મુંબઈને હુમલાથી બચાવવાની કોશિશ કરતો હોય છે. આ શોની બીજી સીઝન પંદર ઑગસ્ટથી રજુ થઈ રહી છે. આ વિશે વધુ જણાવતાં સૈફે કહ્યું હતું કે ‘બુકમાં સરતાજ સિંહ એકદમ ફિટ અને વેલ-ડ્રેસ વ્યક્તિ હોય છે, પરંતુ શોની શરૂઆતમાં તે એકદમ ખરાબ હાલમાં જોવા મળ્યો હતો. તેને તે કેવો દેખાઈ છે એનાથી કોઈ ફરક નથી પડતો હોતો. આથી તે જાડો હોય એનાથી કોઈ ફરક નહોતો પડતો.

આ પણ વાંચો : બેસ્ટ ફ્રેન્ડ હોવાની સાથે અનુરાગ મારો સૌથી મોટો દુશ્મન પણ છે : વિક્રમાદિત્ય મોટવાણે

જોકે હવે ઍક્શન વધી ગઈ હોવાથી તે ઓરિજિનલ જેવો છે એવો અમે એને દેખાડવા ઇચ્છતા હતા. તે ઓછો ખોરાક લે છે અને ડ્રગ્સનું સેવન વધુ કરે છે. આથી તેનું વજન આપોઆપ ઓછું થઈ જાય છે અને એથી જ તેને પાતળો દેખાડવામાં આવ્યો છે.’

saif ali khan bollywood news