Saaho Collection:બે દિવસમાં ફિલ્મે કરી 205 કરોડની કમાણી!

01 September, 2019 06:12 PM IST  |  મુંબઈ

Saaho Collection:બે દિવસમાં ફિલ્મે કરી 205 કરોડની કમાણી!

સાઉથના બાહુબલી સ્ટાર પ્રભાસની ફિલ્મ સાહો રિલીઝના બે દિવસના ગાળામાં જ જબરસ્ત કમાણી કરી ચૂકી છે. બે દિવસમાં ફિલ્મે આખા વિશ્વમાં 205 કરોડની કમાણી કરી છે. આ ફિલ્મનું બજેટ 350 કરોડનું છે. જો કે 2 દિવસમાં 205 કરોડની કમાણી કરી ચૂકેલી સાહો દર્શકોની સાથે સાથે ફિલ્મ સમીક્ષકોને પણ પસંદ નથી આવી.

જો કે ફિલ્મના ખરાબ રિવ્યુઝની અસર બોક્સ ઓફિસ પર સહેજેય નથી પડી. એટલે જ વિશ્વ સ્તરે સાહોએ 2 જ દિવસમાં 205 કરોડનું કલેક્શન કર્યું છે. આ વાતની માહિતી ફિલ્મના પ્રોડ્યુસર યુવી ક્રિએશને સોશિયલ મીડિયા પર આપી છે. તેમણે સોશિયલ મીડિયા પર ફિલ્મ સાહોના ચાર ભાષામાં પોસ્ટર જાહેર કર્યા છે, જેમાં લખ્યું છે કે ફિલ્મે 2 દિવસમાં 205 કરોડ કમાઈ લીધા છે.

ઉલ્લેખનીય છે કે ફિલ્મ સાહો 350 કરોડના ખર્ચે બની છે. જે જુદી જુદી ચાર ભાષામાં રિલીઝ થઈ છે. ફિલ્મમાં પ્રભાસની સાથે શ્રદ્ધા કપૂર લીડ રોલમાં છે. સાહોમાં પ્રભાસ અને શ્રદ્ધા કપૂરની સાથે સાથે નીલ નીતિન મુકેશ, જૅકી શ્રોફ, મંદિરા બેદી, મહેશ માંજરેકર, ચંકી પાંડે, અરુણ વિજય અને મુરલી શર્મા પણ છે. આ એક એક્શન થ્રિલર ફિલ્મ છે, જેનું શૂટિંગ વિદેશમાં થયું છે. ફિલ્મને સુજીતે ડિરેક્ટ કરી છે.

આ પણ વાંચોઃ Ram Kapoor:એક સમયે આવા લાગતા હતા આ એક્ટર 

ઉલ્લેખનીય છે કે બાહુબલી રિલીઝ થયા બાદ પ્રભાસની લોકપ્રિયતા જબરજસ્ત વધી હતી. કદાચ તેનો જ લાભ ફિલ્મને મળી રહ્યો છે. ફિલ્મના પ્રોડ્યુસર્સે ટ્વિટર પર લખ્યું છે,'બોક્સ ઓફિસ પર સાહોનું ઉત્કૃષ્ટ પ્રદર્શન, 2 દિવસમાં આખા વિશ્વમાં 205 કરોડની કમાણી કરી.'

saaho prabhas shraddha kapoor entertaintment