Saaho Box Office Collection Day 2:શનિવારે આવું રહ્યું ફિલ્મનું કલેક્શન

01 September, 2019 11:32 AM IST  |  મુંબઈ

Saaho Box Office Collection Day 2:શનિવારે આવું રહ્યું ફિલ્મનું કલેક્શન

ફિલ્મ સાહોનું એક દ્રશ્ય

સાઉથના બાહુબલી સ્ટાર પ્રભાસની ફિલ્મ સાહોના રિવ્યુ ભલે સારા ન આવ્યા હોય, પણ ફિલ્મ બોક્સ ઓફિસ પર સતત સારું પ્રદર્શન કરી રહી છે. રિવ્યુ ખરાબ હોવા છતાંય ફિલ્મના કલેક્શનમાં ખાસ ફરક નથી પડ્યો. મળતી માહિતી પ્રમાણે ફિલ્મ બીજા દિવસે જ 100 કરોડનો આંકડો વટાવી ચૂકી છે. અને બીજા દિવસે જ ફિલ્મનું કલેક્શન 120 કરોડ સુધી પહોંચી શકે છે.

હજી શનિવારના કલેક્શનના આંકડા સામે નથી આવ્યા. પરંતુ રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મ રિલીઝ થયાના બીજા દિવસે લગભગ 65 કરોડ જેટલી કમાણી કરી ચૂકી છે. શુક્રવારે ફિલ્મે 24.40 કરોડનું ઓપનિંગ મેળવ્યું હતું. અને આશા છે કે હિન્દી વર્ઝનમાં પણ ફિલ્મનું કલેક્શન આટલું જ રહેશે. જો આવું શક્ય બનશે તો બીજા દિવસે જ ફિલ્મની કમાણી 100 કરોડને પાર પહોંચી જશે. ચર્ચા છે કે બીજા દિવસે પણ ફિલ્મનું કલેક્શન સારુ રહ્યું છે, અને હવે રવિવારનો ફાયદો પણ ફિલ્મને મળી શકે છે.

જો કે આ આંકડામાં તમામ ભાષાનું કલેક્શન સામેલ છે, કારણ કે ફિલ્મ કુલ 4 ભાષામાં રિલીઝ થઈ છે. જો ફક્ત હિન્દી વર્ઝનની વાત કરીએ તો ફિલ્મે શુક્રવારે 24.40 કરોડનો બિઝનેસ કર્યો હતો. હિન્દી વર્ઝનના કલેક્શનને આધારે ફિલ્મ 2019ની પહેલા દિવસની સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મોના લિસ્ટમાં સામેલ થઈ ચૂકી છે. આ લિસ્ટમાં સાહો ત્રીજા સ્થાને છે. 42.30 કરોડના કલેક્શન સાથે ભારત પહેલા નંબરે છે. જ્યારે બીજા નંબરે મિશન મંગલનું નામ છે, પહેલા દિવસે 29.16 કરોડ રૂપિયા છે.

આ પણ વાંચોઃ જાણો આજ-કાલ શું કરી રહ્યા છે 'હમ પાંચ'ના કલાકારો?

આ પહેલા અક્ષયકુમાર અને રજનીકાંતની 2.0 પણ તમામ ભાષામાં 70 કરોડ રૂપિયાથી વધુનું ઓપનિંગ મેળવી ચૂકી છે. જેમાંથી હિન્દી ભાષામાં ફિલ્મને 21 કરોડની કમાણી થઈ હતી. મનાઈ રહ્યું છે કે સાહો પણ તમામ ભાષામાં 2.0 જેટલી કમાણી પહેલા દિવસે કરી શકે છે. કારણ કે હિન્દી વર્ઝને સારો બિઝનેસ કર્યો છે. ફિલ્મની એક્શન સિકવન્સ લોકોને ખૂબ ગમી રહી છે, જો કે ફિલ્મની સ્ટોરીને લઈ લોકો ખુશ નથી.

saaho prabhas shraddha kapoor entertaintment