ગોલમાલ બનાવવી એ મને એક જવાબદારી લાગે છે : રોહિત શેટ્ટી

14 May, 2019 12:38 PM IST  |  મુંબઈ

ગોલમાલ બનાવવી એ મને એક જવાબદારી લાગે છે : રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીનું કહેવું છે કે ‘ગોલમાલ’ બનાવવી એ મને એક જવાબદારી લાગે છે. આ સિરીઝની ચાર ફિલ્મો આવી ચૂકી છે અને પાંચમી ફિલ્મ પર કામ ચાલી રહ્યું છે. આ સિરીઝને વર્ષોથી દર્શકો દ્વારા ખૂબ પસંદ કરવામાં આવી છે અને હવે એની એનિમેટેડ સિરીઝ પણ બનાવવામાં આવી છે જેને ‘ગોલમાલ જુનિયર’ નામ આપવામાં આવ્યું છે. આ વિશે વધુ જણાવતાં રોહિતે કહ્યું હતું કે ‘એક રીતે જોવા જઈએ તો ‘ગોલમાલ’ બાળકોની બ્રૅન્ડ છે. હું આવું એટલા માટે કહું છું, કારણ કે જ્યારે મોટી વ્યક્તિ આ ફિલ્મ જોવા આવે છે ત્યારે તેઓ બાળક બની જાય છે. મારી સાથે અજય દેવગન, અર્શદ વારસી, કુણાલ ખેમુ અને શ્રેયસ તલપડે માટે આ એક બાળપણની યાદોને તાજી કરવા જેવી વાત છે. ૨૦૦૫માં અમે એના પર પહેલી વાર કામ શરૂ કર્યું હતું અને એ વાતને ૧૪ વર્ષ થવા આવ્યાં છે. દર્શકો ‘ગોલમાલ’ સિરીઝને દર બે-ત્રણ વર્ષ બાદ જોઈ શકશે, પરંતુ આ સમય દરમ્યાન તેઓ એનિમેટેડ વર્ઝન પણ જોઈ શકશે.

આ પણ વાંચો : 83માં મ્યુઝિક આપવાની જવાબદારી પ્રીતમને મળતાં ખુશ થયો રણવીર સિંહ

‘ગોલમાલ’ મારા દિલની ખૂબ જ નજીક છે. અમે જ્યારે ૨૦૦૫માં શૂટિંગ શરૂ કર્યું હતું ત્યારે તે એક નૉર્મલ કૉમેડી ફિલ્મ હતી અને અમને નહોતી ખબર કે આ એક હાઉસહોલ્ડ બ્રૅન્ડ બની જશે. ‘ગોલમાલ’ બનાવવી હવે મને એક જવાબદારી લાગે છે, કારણ કે દર્શકોને એ ખૂબ જ ગમી છે અને છેલ્લી ફિલ્મને તો લોકોએ ખૂબ જ પસંદ કરી હતી.’

rohit shetty bollywood news