83માં મ્યુઝિક આપવાની જવાબદારી પ્રીતમને મળતાં ખુશ થયો રણવીર સિંહ

Published: May 14, 2019, 12:29 IST | મુંબઈ

કબીર ખાનની ‘83’માં પ્રીતમ મ્યુઝિક આપશે એ વાત જાણીને રણવીર સિંહને ભરપૂર ખુશી થઈ છે.

રણવીર સિંહ, પ્રિતમ અને કબીર ખાન
રણવીર સિંહ, પ્રિતમ અને કબીર ખાન

કબીર ખાનની ‘83’માં પ્રીતમ મ્યુઝિક આપશે એ વાત જાણીને રણવીર સિંહને ભરપૂર ખુશી થઈ છે. આ પહેલી વાર હશે જ્યારે રણવીર માટે પ્રીતમ મ્યુઝિક કમ્પોઝ કરશે. ૧૯૮૩માં ભારતે પહેલી વાર ક્રિકેટમાં વર્લ્ડ કપ જીત્યો હતો. ઇતિહાસની એ ઘટનાને દેખાડતી આ ફિલ્મમાં રણવીર ઇન્ડિયન ક્રિકેટ ટીમના ભૂતપૂર્વ કૅપ્ટન કપિલ દેવનું પાત્ર ભજવશે.

આ પણ વાંચો : ભારતમાં વૃદ્ધ દેખાવા માટે અઢી કલાકનો સમય લાગતો સલમાનને: અલી અબ્બાસ ઝફર

આ ફિલ્મમાં પ્રીતમની એન્ટ્રી થતાં કબીર ખાન અને પ્રીતમ સાથેનો ફોટો ટ્‍‍વિટર પર શૅર કરીને રણવીરે ટ્વીટ કર્યું હતું કે ‘અમને બધા જ સ્ટાર મળી ગયા. ‘83’માં પ્રીતમદા તમારું આવવું અમારા માટે માન-સન્માનની વાત છે. ચાલો મળીને એક એન્થમ બનાવીએ. એક આઇકૉનિક ગીત બનાવીએ.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK