અક્ષય સાથે કામ કરવું રોહિત શેટ્ટી માટે એક અચીવમેન્ટ બરાબર છે

14 March, 2019 09:23 AM IST  | 

અક્ષય સાથે કામ કરવું રોહિત શેટ્ટી માટે એક અચીવમેન્ટ બરાબર છે

અક્ષયકુમાર

રોહિત શેટ્ટીનું કહેવું છે કે અક્ષયકુમાર સાથે કામ કરવું તેના માટે એક અચીવમેન્ટ છે. તેઓ હવે ‘સૂર્યવંશી’માં સાથે કામ કરી રહ્યા છે. તેની સાથે કામ કરવા વિશે પૂછતાં રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે ‘મેં ‘સુહાગ’માં અક્ષયના બૉડી ડબલ તરીકે કેટલાક સ્ટન્ટ કર્યા હતા. અમે બન્ને એકબીજાને ખૂબ જ લાંબા સમયથી ઓળખીએ છીએ. અમે ઘણી વાર મળીએ પણ છીએ. હું જ્યારે ‘ખતરોં કે ખિલાડી’નું શૂટિંગ કરી રહ્યો હતો ત્યારે પણ અમે મYયા હતા. તેણે શોની શરૂઆત કરી હતી અને હવે હું એને હોસ્ટ કરી રહ્યો છું. અમે બન્ને એકબીજાનો ખૂબ જ રિસ્પેક્ટ કરીએ છીએ. અમે બન્ને હવે જ્યારે સાથે ફિલ્મમાં કામ કરી રહ્યા છીએ ત્યારે મેં એક સિદ્ધિ મેળવી હોય એવું ફીલ થાય છે. લગભગ ૨૭ વર્ષ પહેલાં ‘સુહાગ’ માટે હું તેને પહેલી વાર મYયો હતો અને મારી એ ત્રીજી ફિલ્મ હતી. ત્યારથી લઈને આ જ સુધી એટલે કે ૩૦ વર્ષ સુધી તેઓ ઇન્ડસ્ટ્રીમાં એ જ ડેડિકેશનથી કામ કરી રહ્યા છે. તેમની સાથે કામ કરીને મને પણ તેમની પાસે ઘણું શીખવા મળે છે. સલમાન ખાન, અજય દેવગન કે પછી અક્ષયકુમાર હોય; તેઓ ઇન્ડસ્ટ્રીમાં ખૂબ જ લાંબા સમયથી કામ કરી રહ્યા છે.’

આ પણ વાંચો : કેમ રણવીર સિંહે કર્યો હાર્દિક પંડ્યાનો લૂક કોપી ?

હૉલીવુડ જેવા વર્લ્ડવાઇડ માર્કેટની જરૂર છે બૉલીવુડને : રોહિત શેટ્ટી

રોહિત શેટ્ટીનું માનવું છે કે બૉલીવુડને હવે હૉલીવુડ જેવા માર્કેટની જરૂર છે. રોહિત શેટ્ટી ‘સિમ્બા’, ‘સિંઘમ’ અને ‘ચેન્નઈ એક્સપ્રેસ’ જેવી મસાલા ફિલ્મો બનાવવા માટે જાણીતો છે. જોકે તે પણ ઘણી વાર બજેટમાં રહીને ફિલ્મો બનાવવાનું પસંદ કરે છે. બજેટ અને માર્કેટ વચ્ચેના સંબંધ વિશે પૂછતાં રોહિત શેટ્ટીએ કહ્યું હતું કે ‘આપણે સ્કિલ, કમ્પ્યુટર ગ્રાફિક્સ અને અન્ય ટૅક્નોલૉજીનો ઉપયોગ તો કરી શકીએ છીએ, પરંતુ એ માટે આપણી પાસે પૂરતું બજેટ નથી. આપણી પાસે પૂરતું માર્કેટ ન હોવાથી વધુ બજેટ પણ નથી મળતું. હૉલીવુડ સાથે સરખામણી કરવાનું કોઈ કારણ જ નથી. હૉલીવુડમાં તેઓ અંગ્રેજીમાં ફિલ્મ બનાવે છે અને અમેરિકાભરમાં એ જોવામાં આવે છે. ઇન્ડિયામાં અમે જ્યારે હિન્દી ફિલ્મ રિલીઝ કરીએ છીએ ત્યારે એની ટક્કર તામિલ, તેલુગુ, પંજાબી, બંગાળી અને અન્ય ભાષાઓની ફિલ્મો સાથે પણ થાય છે. આ જ કારણ છે કે આપણી વચ્ચે જ કૉમ્પિટિશન છે.’

akshay kumar rohit shetty bollywood news