એજ્યુકેશન, રોજગારી ને હેલ્થ પર ફોકસ કરવા સરકારને વિનંતી કરી રિશી કપૂરે

28 May, 2019 09:10 AM IST  | 

એજ્યુકેશન, રોજગારી ને હેલ્થ પર ફોકસ કરવા સરકારને વિનંતી કરી રિશી કપૂરે

રિશી કપૂર

રિશી કપૂરે મોદી સરકારને લોકોની હેલ્થ, એજ્યુકેશન અને રોજગારી પર વધુ મહત્ત્વ આપવા માટે વિનંતી કરી છે. લોકસભાની ચૂંટણીમાં વિજય મેળવ્યા બાદ ભારતીય જનતા પાર્ટીના નરેન્દ્ર મોદી, યુનિયન મિનિસ્ટર્સ સ્મૃતિ ઈરાની અને અરુણ જેટલીને ઘણાંબધાં ટ્વીટ કરીને રિશી કપૂરે કહ્યું હતું કે ‘મારી ઇચ્છા છે અને ફરી ચૂંટાયેલી ભારતીય જનતા પાર્ટીનાં અરુણ જેટલી, સ્મૃતિ ઈરાની અને માનનીય વડા પ્રધાન નરેન્દ્ર મોદીજીને હું વિનંતી પણ કરું છું કે ઇન્ડિયાઅે ફ્રી એજ્યુકેશન, મેડિકલ અને પેન્શન માટે આગળ કામ કરવું જોઈએ. આ ખૂબ જ મુશ્કેલ છે, પરંતુ તમે આજથી એના પર કામ શરૂ કરશો તો એક દિવસ આપણે એ જરૂર મેળવી શકીશું. અહીં હાલમાં ઘણી ગ્રૅજ્યુએશન સેરેમની થઈ રહી છે. હું હૉસ્પિટલમાં કેટલીક સ્પેશ્યલ ટ્રીટમેન્ટ્સ વિશે પણ સાંભળી રહ્યો છું. આ તક ફક્ત અમુક વ્યક્તિ સુધી શું કામ સીમિત છે? આપણે બધાને એ લાભ આપવો જોઈએ. અમેરિકાના મોટા ભાગના ડૉક્ટર અને ટીચર્સ ઇન્ડિયન છે. આપણે તમામ ઇન્ડિયન એવું ઇન્ડિયા જોવા માગીએ છીએ જેનાથી દુનિયાને ઈર્ષા થાય. એજ્યુકેશનથી યુવાનોને જૉબ મળશે અને તેમની લાઇફ પણ સારી બનશે. સાચી લોકશાહીને એક તક આપવી જોઈએ.

આ પણ વાંચો : જુઓ એક્ટ્રેસ ઉર્વશી ઢોલકિયાના સુંદર અને સેક્સી લૂક્સ

ડીમૉનેટાઇઝેશન, બીફ પર બૅન અને એન્ટિસેક્યુલર વગેરેથી દેશ આગળ નથી વધવાનો. તમારી પાસે વધુ પાંચ વર્ષ છે અને મહેરબાની કરીને આ વિશે વિચારજો. આપણે માનવતા માટે એક ઉદાહરણ સ્થાપિત કરી શકીએ છીએ. હું વધુપડતું બોલી ગયો હોય તો મને માફ કરજો, પરંતુ એક નાગરિક તરીકે અવાજ ઉઠાવવાને હું મારી ડ્યુટી માનું છું.’

rishi kapoor bollywood news