ભારતની હાર પર ઋષિ કપૂરે આપ્યો જવાબ, કહ્યું કપ અમારો છે

01 July, 2019 07:47 PM IST  |  મુંબઈ ડેસ્ક

ભારતની હાર પર ઋષિ કપૂરે આપ્યો જવાબ, કહ્યું કપ અમારો છે

ઋષિ કપૂરે કર્યું ટ્વીટ

રવિવારે થયેલ વર્લ્ડ કપ મેચમાં ઇંગ્લેન્ડ સામે ભારતીય ટીમના પરાજય બાદ જુદી જુદી પ્રતિક્રિયાઓ સોશિયલ મીડિયા પર આવી રહી છે. કેટલાક ચાહકો નિરાશ છે તો મોટા ભાગના લોકોને ભારત વર્લ્ડ કપ જીતે એવી આશા છે. એવા લોકોમાં જ ઋષિ કપૂર પણ એક છે, જેમણે ભારતીય ટીમની ઇંગ્લેન્ડ સામે પરાજય બાદ પોતાના અંદાજમાં રમૂજ કરી છે.

ઋષિ કપૂરે ટ્વીટ કર્યું છે જેમાં તેમણે કહ્યું છે કે, "રોજ રોજ નહીં જીતશો. (આઇસીસી વર્લ્ડ કપ 2019) ક્યારેક ક્યારેક બીજાને પણ જીતવાનો ચાન્સ આપો. મહત્વનું એ છે કે સેમી ફાઇનલ્સ માટે તમારી પાસે હજી પણ તક છે. તેથી ન તો સંતોષમાં રહેવું કે ન તો પહેલેથી જ વસ્તુઓને ઓછામાં લેવી. કપ અમારો છે."

30 જૂને એડબેસ્ટનમાં થયેલી મેચમાં ઇંગ્લેન્ડે ભારતને 31 રનથી પરાજિત કરીને શાનદાર વિજય મેળવ્યો હતો. વર્લ્ડ કપ મેચમાં ભારતીય ટીમની આ પહેલી હાર છે. ઋષિ કપૂર હાલ અમેરિકામાં છે, જ્યાં તે એક ગંભીર બીમારીની સારવાર કરાવી રહ્યા છે. બીમારીનો ખુલાસો નથી કર્યો પણ ચર્ચા છે કે તે કેન્સરની સારવાર કરાવે છે. છેલ્લા કેટલાક દિવસો પહેલા ચર્ચા હતી કે હવે તે બીમારીથી મુક્ત થઈ ગયા છે અને ટૂંક સમયમાં જ ભારત આવશે.

આ પણ વાંચો : ભારત વર્લ્ડ કપ 2019 જીતશે તો 83ના મેકર્સ બનાવશે ફિલ્મ

ઋષિ કપૂર સોશિયલ મીડિયા ઘણા સક્રિય છે અને પોતાના ટ્વીટ્સ દ્વારા ચાહકો સાથે સંવાદ કરતાં રહે છે. આ મેચના એક દિવસ પહેલા જ ઋષિ કપૂરે વધુ એક ટ્વીટ કર્યું હતું, જેમાં તેમણે લખ્યું કે - ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે થતી રવિવારની આઈસીસી ગેમ ખૂબ જ મહત્વની રહેશે. 120 કરોડ ભારતીય, 20 કરોડ પાકિસ્તાની, 15 કરોડ બાંગ્લાદેશી અને 25 કરોડ શ્રીલંકાના લોકો ભારતના વિજયની પ્રાર્થના કરતાં હશે. જો ભારત હારશે તો પાકિસ્તાન, બાંગ્લાદેશ અને શ્રીલંકા ટૂર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. જય હિંદ.

rishi kapoor virat kohli world cup 2019 cricket news bollywood entertaintment