Gujarati Mid-day

ઇ-પેપર

વેબસ્ટોરીઝ

વેબસ્ટોરીઝ


હોમ > મનોરંજન > બૉલિવૂડ સમાચાર > આર્ટિકલ્સ > જો ભારત વર્લ્ડ કપ 2019 જીતશે તો 83ના મેકર્સ બનાવશે ફિલ્મ

જો ભારત વર્લ્ડ કપ 2019 જીતશે તો 83ના મેકર્સ બનાવશે ફિલ્મ

01 July, 2019 07:13 PM IST | મુંબઈ ડેસ્ક

જો ભારત વર્લ્ડ કપ 2019 જીતશે તો 83ના મેકર્સ બનાવશે ફિલ્મ

વર્લ્ડ કપ 1983ની રીલ ટીમ

વર્લ્ડ કપ 1983ની રીલ ટીમ


રણવીર સિંહની મુખ્ય ભૂમિકામાં બનતી ફિલ્મ 83ના નિર્માતાઓનું કહેવું છે કે જો 2019નો વિશ્વકપ ભારત જીતશે તો તે આ વિજય પર પણ બનાવશે ફિલ્મ.

ડાયરેક્ટર કબીર ખાનના ડાયરેક્શનમાં બનતી ફિલ્મ 83ની શૂટિંગ ઇંગ્લેન્ડમાં થઈ રહી છે. આ ફિલ્મ 1983માં ક્રિકેટ વર્લ્ડ કપમાં થયેલી ભારતની જીતના આધારે બનાવાયેલી ફિલ્મ છે. હવે ચર્ચા એવી છે કે ફિલ્મ 83ના નિર્માતાઓએ જાહેરાત કરી છે કે જો ભારત 2019નું વિશ્વકપ જીતશે તો તેના પર પણ તે ફિલ્મ બનાવશે. મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે ફિલ્મ 83ના કો-પ્રૉડ્યુસર મધુ મંટેનાના કહ્યા પ્રમાણે ભારત આ વિશ્વકપ જીતશે તો તેના પર તે ફિલ્મ બનાવવા માગે છે.




મધુ મંટેનાએ કહ્યું કે અમે જે રીતે 1983માં વિશ્વકપના વિજય પર ફિલ્મ બનાવી રહ્યા છીએ. જો ભારત ફરીથી જીતશે તો અમે વધુ એક ફિલ્મ બનાવવા ઇચ્છીએ છીએ. ફિલ્મ પ્રૉડક્શન સાથે જોડાયેલા એક સોર્સ પ્રમાણે ફિલ્મ માટે વાતચીત શરૂ થઈ ગઈ છે. મધુ મંટેના ફિલ્મ બનાવવા માટે ઘણાં ઉત્સાહિત પણ છે.


ફિલ્મ 83 વિશે વાત કરીએ તો આમાં રણવીર સિંહ મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. જેમાં તે કપિલ દેવની ભૂમિકા ભજવતો દેખાશે. આ ફિલ્મમાં રણવીર સિંહની પત્ની દીપિકા પાદુકોણ કપિલ દેવની પત્નીનું પાત્ર ભજવતી દેખાશે. ફિલ્મમાં રણવીર સિંહ સિવાય સાકિબ સલીમ, આર બદ્રી, હાર્ડી સંધૂ, ચિરાગ પાટિલ, પંકજ ત્રિપાઠી, અમ્મી વિર્ક અને સાહિલ ખટ્ટર પણ પ્રમુખ ભૂમિકામાં છે. ફિલ્મ 10 એપ્રિલ 2020માં રિલીઝ કરવામાં આવશે.

આ પણ વાંચો : કુલી નં-1ની સિક્વલમાં પરેશ રાવલ કરશે સારા અલી ખાનના પિતાનો રોલ

ઉલ્લેખનીય છે કે રણવીર સિંહ તાજેતરમાં થયેલી ભારત પાકિસ્તાનની મેચ દરમિયાન ફિલ્મનું પ્રમોશન કરવા પહોંચ્યો હતો સાથે તેણે બધાં જ ભારતીય ક્રિકેટરો સાથે ખૂબ જ મસ્તી કરી તેમજ તેમની સાથેના ફોટોઝ અને વીડિયોઝ પણ શેર કર્યા જે ખૂબ જ વાયરલ થયા.

Whatsapp-channel Whatsapp-channel

01 July, 2019 07:13 PM IST | મુંબઈ ડેસ્ક

App Banner App Banner

અન્ય લેખો


This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK