Republic Day 2020: બોલીવુડની આ ફિલ્મોમાં પણ છે ભારતના સંવિધાનની કલમો

26 January, 2020 08:33 AM IST  |  Mumbai Desk

Republic Day 2020: બોલીવુડની આ ફિલ્મોમાં પણ છે ભારતના સંવિધાનની કલમો

આખો દેશ 26 જાન્યુઆરીની તૈયારીઓમાં લાગેલો છે. 26 જાન્યુઆરી 1950 ભારતના ઇતિહાસનો તે દિવસ છે, જે દિવસે ભારતનું સંવિધાન લાગૂ પાડવામાં આવ્યું હતું. ભારતનું સંવિધાન જ એ તાકાત છે, જે વિશ્વમાં ભારતનો દરજ્જો ઘણો ઊંચો કરે છે. તો બાળકોના પુસ્તકથી લઈને ફિલ્મી પડદા સુધી તેના ગુણગાન પણ થતાં રહે છે. એવામાં આજે જાણીએ કે કઈ કઈ ફિલ્મોમાં ભારતીય સંવિધાન એટલે કે તેના કાયદા, નિયમ, સેક્શન, આર્ટિકલની ખાસ ચર્ચા કરવામાં આવી છે અને ફિલ્મ સંવિધાનની આસપાસ જ ફરતી રહે છે.

આર્ટિકલ 15 : વર્ષ 2019માં રિલીઝ થયેલી આ ફિલ્મમાં 'આર્ટિકલ 15'ની ચર્ચા કરવામાં આવી છે. જણાવીએ કે આર્ટિકલ 15 કહે છે કે રાજ્ય પોતાના કોઇપણ નાગરિક સાથે ફક્ત ધર્મ, જાતિ, લિંગ અને જન્મ સ્થળ કે આમાંથી કોઈ પણ આધારે કોઇપણ ફેરફાર નહીં કરે. આ ફિલ્મમાં દુષ્કર્મના કેસ દ્વારા આર્ટિકલ 15 વિશે બતાવવામાં આવ્યું હતું અને ફિલ્મમાં આયુષ્માન ખુરાના મુખ્ય પાત્રમાં દેખાશે.

સેક્શન 375 : 2019માં પણ આ ફિલ્મ આવી હતી, જેમાં કોર્ટ ડ્રામા દ્વારા ભારતીય દંડ સંહિતાની કલમ 375ને લઈને ચર્ચા કરવામાં આવી હતી. આ કલમ પ્રમાણે જો કોઇ વ્યક્તિ 18 વર્ષથી નાની છોકરી સાથે તેની સહેમતિ સાથે પણ સંબંધ બાંધે છે, તો આ અપરાધ પણ દુષ્કર્મની શ્રેણીમાં જ માનવામાં આવે છે. ફિલ્મમાં સેક્શનના અયોગ્ય ઉપયોગને લઈને વાદવિવાદ થાય છે અને ફિલ્મમાં ઋચા ચડ્ઢા અને અક્ષય ખન્ના દેખાયા હતા.

અલીગઢ : ફિલ્મ અલીગઢમાં પણ કલમ 377ની વાત કરવામાં આવી હતી. સમલૈંગિકોના અધિકાર માટે બનાવેલી કલમ 377ની વાત આ ફિલ્મમાં કરવામાં આવી હતી, જેમાં મનોડ વાજપેઇએ એક એલજીબીટીક્યૂ કોમ્યૂનિટીના વ્યક્તિનું પાત્ર ભજવ્યું હતું.

ઓહ માય ગૉડ : પરેશ રાવલ સ્ટારર ફિલ્મ 'ઓહ માય ગૉડ' પણ ભારતના મજબૂત સંવિધાનને બળ આપનારી ફિલ્મ છે, જેમાં પરેશ રાવલનું પાત્ર ભગવાન વિરુદ્ધ કેસ પણ કરી દે છે. આ ફિલ્મમાં 'એક્ટ ઑફ ગૉડ'ની ચર્ચા કરવામાં આવી હતી.

ન્યૂટન : એક્ટર રાજકુમાર રાવની ફિલ્મ ન્યૂટનમાં સંવિધાનના મુખ્ય અધિકાર એટલે કે વૉટિંગના અધિકારોની વાત કરવામાં આવી હતી. આ ફિલ્મમાં રાજકુમાર રાવને એક નક્સલી વિસ્તારમાં વૉટિંગની જવાબદારી આપવામાં આવે છે અને રાજકુમાર રાવ વૉટિંગ કરાવવા માટે સુરક્ષા બળોથી પણ લડી લે છે.

આ પણ વાંચો : અનુરાગ કશ્યપની દીકરી આલિયાની આવી છે લાઈફસ્ટાઈલ, જુઓ ગ્લેમરસ તસવીરો

હૈદર : ફિલ્મ હૈદરમાં પણ કાશ્મીરીની હાલત પર ચર્ચા કરવામાં આવી હતી અને ફિલ્મ 'અફસ્પા'ને લઈને વાત કરવામાં આવી હતી. ફિલ્મમાં શાહિદ કપૂર, તબ્બૂ અને કેકે મેનનએ મુખ્ય પાત્ર ભજવ્યું હતું.

bollywood republic day bollywood news bollywood gossips