ઍક્શન-ડ્રામા લઈને આવશે રેમો ડિસોઝા

10 February, 2020 01:55 PM IST  |  Mumbai Desk | UPALA K B R

ઍક્શન-ડ્રામા લઈને આવશે રેમો ડિસોઝા

રેમો ડિસોઝા હવે ડાન્સ પર આધારિત ફિલ્મ નહીં, પરંતુ ઍક્શન-ડ્રામા લઈ‌ને આવશે. તેની હાલમાં જ વરુણ ધવન સાથેની ‘સ્ટ્રીટ ડાન્સર 3D’ રિલીઝ થઈ હતી. પોતાની આગામી ફિલ્મ વિશે રેમો ડિસોઝાએ કહ્યું હતું કે ‘મારી આગામી ફિલ્મ ઍક્શન-ડ્રામા રહેવાની છે. સાથે જ એ ‘રેસ 3’ કરતાં તદ્દન અલગ રહેશે. મેં કેટલીક સ્ક્રિપ્ટ લખી છે જેમાં ડાન્સ પર આધારિત ફિલ્મ પણ સામેલ છે. જોકે હું ઍક્શન ફિલ્મ પહેલાં બનાવવા માગું છું. એપ્રિલ-મે સુધીમાં ફિલ્મનું શૂટિંગ અમે શરૂ કરીશું. ફિલ્મ માટે ટૉપના કલાકારો સાથે ચર્ચા ચાલી રહી છે.’

શું તે વરુણ ધવન સાથે આ ફિલ્મમાં કામ નહીં કરે? એવું પૂછવામાં આવતાં રેમો ડિસોઝાએ કહ્યું હતું કે ‘મને લાગે છે કે તે અન્ય પ્રોજેક્ટસમાં બિઝી છે. તેની પાસે ત્રણ ફિલ્મો છે. એથી આ ફિલ્મમાં તે નહીં હોય. જોકે કંઈ કહી શકાય નહીં.’

remo dsouza bollywood entertaintment