પરિણીત મહિલાએ એકસરખાં પાત્રો ઑફર કરતા રહેવું એ ખોટી માનસિકતા છે: રાની

16 January, 2020 02:18 PM IST  |  Mumbai

પરિણીત મહિલાએ એકસરખાં પાત્રો ઑફર કરતા રહેવું એ ખોટી માનસિકતા છે: રાની

રાની મુખરજી

રાની મુખરજીનું માનવું છે કે કોઈ હિરોઇને લગ્ન કરી લીધા હોય તો એને એક જ સરખા પાત્રોની ઑફર કરવી એ વિચારધારા ખોટી છે. પરિણીત મહિલાઓને લઈને સમાજમાં ફેલાયેલી ધારણાંને રાનીએ અયોગ્ય જણાવી રહી છે. આ વિશે રાની મુખરજીએ કહ્યું હતું કે ‘હું હંમેશાંથી માનતી આવી છું કે મારી જગ્યાએ મારું કામ કરી દેખાડે. સાથે જ ઍક્ટ્રેસને લઈને જે ખોટી માન્યતા ફેલાયેલી છે એને હું વધુ હવા પણ નથી આપતી. આટલા વર્ષોથી ઇન્ડસ્ટ્રીમાં કામ કરતી હોવાથી મેં તો લોકોને એમ પણ કહેતાં સાંભળ્યું છે કે જો ટોચની હીરોઇન લગ્ન કરી લે તો તેણે પોતાનાં ફિલ્મી કરીઅરને અલવિદા કહી દેવું જોઈએ. લોકોની આવી માનસિકતા ખરેખર હીન કક્ષાની છે.’

લગ્ન અને દીકરીનાં જન્મ બાદ રાનીએ પાવરફૂલ કમબૅક કરીને એક એકથી ચડિયાતી ફિલ્મો આપી છે. ‘મર્દાની’, ‘હિચકી’ અને ‘મર્દાની 2’માં તેનાં પર્ફોર્મન્સની લોકોએ ખૂબ વાહવાહી કરી છે. એ વિશે રાની મુખરજીએ કહ્યું હતું કે ‘છેલ્લા ઘણાં વર્ષોથી હું જોઈ રહી છું કે આપણાં દેશની મહિલાઓ કામ કરીને આત્મ નિર્ભર બની રહી છે. પોતાનાં દમ પર આગળ વધીને, મુક્તમને પોતાનાં સપનાઓને સાકાર પણ કરી રહી છે. મેં પરણેલી મહિલાઓ અને બાળકોની માતાઓને ખૂબ જ સુંદરતાથી કામ અને ઘર પરિવારને સંભાળતા જોઈ છે. તેઓ સમાજનાં દૃષ્ટિકોણને બદલવામાં મદદ કરી રહી છે. હું જ્યારથી સમજદાર થઈ છું ત્યારથી જ કામ કરી રહી છું.’

bollywood news entertaintment rani mukerji