Rangoli Chandel એ Hrithik Roshanને કહ્યું,'ચલ ફૂટ યહાં સે'

09 July, 2019 10:41 AM IST  |  મુંબઈ

Rangoli Chandel એ Hrithik Roshanને કહ્યું,'ચલ ફૂટ યહાં સે'

રંગોલી ચંદેલ અને કંગના રનૌત

છેલ્લા કેટલાક મહિનાથી કંગના રનૌતની બહેન રંગોલી ચંદેલ પોતાના વિવાદિત ટ્વિટ અને નિવેદનોથી ખૂબ જ ચર્ચામાં છે. ખાસ કરીને રંગોલી ચંદેલ હ્રિતિક રોશનને લઈ વિવાદાસ્પદ નિવેદન આપતી રહે છે. આ દરમિયાન તેણે તાપસીથી લઈ દીપિકા સુધી અન્ય બોલીવુડ સ્ટાર્સને પણ નિશાન બનાવ્યા છે. જો કે આ વખતે ફરીવાર રંગોલી ચંદેલે હ્રિતિક રોશનને લઈ વિવાદિત નિવેદન આપ્યું છે. આ વખતે રંગોલી ચંદેલે હ્રિતિક રોશનના પોતાની બહેન અંગેના નિવેદનને લઈ હ્રિતિકને નિશાન બનાવ્યો છે.

રંગોલી ચંદેલે એક ન્યૂઝ પોર્ટલની હેડલાઈનનો સ્ક્રીન શોટ શૅર કર્યો છે જેમાં લખેલું છે કે,'હ્રિતિક રોશને કંગનાને બુલી ગણાવી કહ્યું આવા લોકો સાથે કેવી રીતે પેશન્સથી કામ લેવું તે હું શીખી ચૂક્યો છું.'

બસ આ જ મુદ્દે રંગોલી ચંદેલે હ્રતિક રોશન પર નિશાન સાધ્યું. રંગોલી ચંદેલે ટ્વિટ કરીને કહ્યું,'આ જોઈ લો અંકલજી ફરી શરૂ થઈ ગયા. અરે ચલ ભાઈ આગે બઢ. થોડા થોડા દિવસે બેઈજ્જતીના ડોઝ લેવાની આદત પડી ગઈ લાગે છે. તારી માટે હવે મારી પાસે કોઈ ડોઝ નથી, ચલ ફૂટ યહાં સે.'

ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસો પહેલા રંગોલી ચંદેલે આલિયા ભટ્ટને લઈ વિવાદિત નિવેદન આપ્યું હતું. બાદમાં કબીર સિંહના ડિરેક્ટર સંદીપ રેડ્ડી વાગ્ગાને પણ નિશાન બનાવ્યા હતા.

આ પણ વાંચોઃ Sanjeev Kumar:જાણો શોલેમાં ઠાકુર બનેલા આ ગુજરાતીની અજાણી વાતો

એટલું જ નહીં રંગોલીએ તાપસી પન્નુને પણ જેવાતેવા શબ્દો કહ્યા હતા. તાપસીનો વાંક માત્ર એટલો હતો કે તેણે કંગના રનૌતની અપકમિંગ ફિલ્મ 'જજમેન્ટલ હૈ ક્યા'ના વખાણ કર્યા હતા, પણ કંગનાનું નામ નહોતું લીધું. જેવી તાપસીએ ફિલ્મના ટ્રેલર પર કમેન્ટ કરી કે રંગોલી ચંદેલે સંખ્યાબધ ટ્વિટ કરીને તાપસી પન્નુ પર પોતાની બહેનને કોપી કરવાનો આરોપ લગાવી દીધો હતો.

kangana ranaut hrithik roshan bollywood