સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં પોલીસ બનશે રણદીપ હૂડા

27 April, 2019 10:37 AM IST  |  મુંબઈ

સંજય લીલા ભણસાલીની આગામી ફિલ્મમાં પોલીસ બનશે રણદીપ હૂડા

રણદીપ હૂડા

સંજય લીલા ભણસાલીની આગામી કૉમિક-થ્રિલરમાં રણદીપ હૂડા પોલીસના પાત્રમાં જોવા મળવાનો છે. આ ફિલ્મ દ્વારા એક સામાજિક સંદેશ આપવામાં આવશે. ફિલ્મમાં નાનાં શહેરોના એક એવા મુદ્દા પર પ્રકાશ પાડવામાં આવશે જે ટબુ છે. ફિલ્મમાં થ્રિલની સાથે કૉમેડી પણ જોવા મળશે. રણદીપ આ ફિલ્મમાં એક અનોખા પોલીસની ભૂમિકામાં દેખાશે. આ કોઈ ‘દબંગ’ સ્ટાઇલ ફિલ્મ નહીં હોય. ફિલ્મ માટે હવે ફીમેલ લીડની શોધ કરવામાં આવશે.

આ પણ વાંચો : સરોગસી પર આધારિત ફિલ્મમાં જોવા મળશે ક્રિતી સૅનન?

‘મુબારકાં’, ‘ફિરંગી’ અને ‘સાંડ કી આંખ’ના રાઇટર બલવિંદર સિંહ જંજુઆ આ ફિલ્મ દ્વારા ડિરેક્શનની શરૂઆત કરશે. આ ફિલ્મનું શૂટિંગ સપ્ટેમ્બર અથવા તો ઑક્ટોબરમાં શરૂ કરવામાં આવશે અને ફિલ્મ ૨૦૨૦માં રિલીઝ કરવાની યોજના છે.

randeep hooda bollywood news