અ સુટેબલ બૉયમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવા વિશે પૂછતાં રણદીપે કહ્યું...

08 December, 2019 12:56 PM IST  |  Mumbai

અ સુટેબલ બૉયમાંથી કાઢી મૂકવામાં આવ્યો હોવા વિશે પૂછતાં રણદીપે કહ્યું...

રણદીપ હૂડા

રણદીપ હૂડાએ વેબ સિરીઝ ‘અ સુટેબલ બૉય’ માટે ચાર દિવસનું શૂટિંગ કર્યા બાદ એને છોડી દીધો હતો. એવુ જાણવા મળ્યુ છે કે લખનઉમાં મેક-અપ મૅન સાથે લુકને લઈને વિવાદ સર્જાતા રણદીપે આ શો છોડી દીધો હતો. મીરા નાયર આ શો બનાવી રહ્યાં છે. આ તમામ બોલાચાલી થઈ ત્યારે તેઓ હાજર નહોતાં. જોકે એવી ચર્ચા ચાલી રહી છે કે સ્થિતિ વધુ વણસી જતાં લંડનમાં બીબીસીને આ વિશે જણાવવામાં આવ્યું હતું અને તેમણે રણદીપને વિનંતી કરી કે તે આ શોને અલવિદા કહી દે. આ તમામ ઘટના પર ચોખવટ કરતાં રણદીપે કહ્યું હતું કે ‘પહેલા તો એ જણાવી દઉં કે અમારી વચ્ચે કોઈ મારપીટ નહોતી થઈ. મેક-અપ આર્ટિસ્ટ સાથે શાબ્દિક બોલાચાલી થઈ હતી. તે મારી સાથે ઘણાં વર્ષોથી કામ કરે છે અને તે ‘રાધે : યોર મોસ્ટ વૉન્ટેડ ભાઇ’માં પણ મારી સાથે કામ કરી રહ્યો છે.

આ પણ વાંચો : હું જેટલી ગાળો બોલું છું એ બધી સલમાને શીખવી છે : રાની મુખરજી

બીજી વાત એ કે ‘અ સુટેબલ બૉય’માં મારી નાનકડી ભૂમિકા હતી. મીરા પ્રતિના મારા પ્રેમ ખાતર મેં આ રોલ સ્વીકાર્યો હતો. ત્રીજી વાત એ છે કે મેં આ પ્રોજેક્ટને નથી છોડ્યો. મેં આ પ્રોજેક્ટ માટે ચાર દિવસનું કામ કર્યું હતું અને અન્ય પ્રોજેક્ટસ તરફ વળ્યો છું.’

randeep hooda bollywood news