હું જેટલી ગાળો બોલું છું એ બધી સલમાને શીખવી છે : રાની મુખરજી

Published: Dec 08, 2019, 12:39 IST | Mumbai

રાની મુખરજીનું કહેવું છે કે તેને જેટલી પણ ગાળો આવડે છે એ બધી સલમાન ખાને શીખવી છે. તેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે.

રાની મુખરજી બિગ-બોસના સેટ પર
રાની મુખરજી બિગ-બોસના સેટ પર

રાની મુખરજીનું કહેવું છે કે તેને જેટલી પણ ગાળો આવડે છે એ બધી સલમાન ખાને શીખવી છે. તેમણે ઘણી ફિલ્મોમાં સાથે કામ કર્યું છે. તેઓ ઘણાં સારા મિત્રો પણ છે. સલમાન હાલમાં કલર્સ પર આવતાં ‘બિગ બૉસ ૧૩’માં વ્યસ્ત છે અને રાની મુખરજી આ શોમાં તેની ફિલ્મ ‘મર્દાની ૨’ને પ્રમોટ કરવા માટે ગઈ હતી. આ ફિલ્મમાં તે પોલીસ ઑફિસરનું પાત્ર ભજવી રહી છે. પ્રમોશન દરમ્યાન પણ તે સલમાનનું ઇન્ટેરોગેશન કરતી જોવા મળી હતી. આ ઇન્ટેરોગેશનને ઇન્ટરેસ્ટિંગ બનાવવા રાનીએ જલેબીનો ઉપયોગ કર્યો હતો. આ દરમ્યાન રાનીએ કહ્યું હતું કે ‘કોઈને પણ ગાળો આપવી અને એ ભાષાનો ઉપયોગ કરવો હું ફક્ત સલમાન ખાનને કારણે કરી શકું છું. તે એક માત્ર એવો વ્યક્તિ છે જેણે મને ગાળો આપવાની કળા શીખવી છે.’

Loading...
 
 
Loading...
Loading...
This website uses cookie or similar technologies, to enhance your browsing experience and provide personalised recommendations. By continuing to use our website, you agree to our Privacy Policy and Cookie Policy. OK