જેલની સજા બાદ ફરી શૂટિંગ શરૂ કરવા માટે ઉત્સાહિત રાજપાલ યાદવ

28 March, 2019 02:55 PM IST  | 

જેલની સજા બાદ ફરી શૂટિંગ શરૂ કરવા માટે ઉત્સાહિત રાજપાલ યાદવ

રાજપાલ યાદવ

લોનની ચુકવણી ન કરવાના આરોપસર જેલની સજા ભોગવ્યા બાદ રાજપાલ યાદવે બહાર આવીને જણાવ્યું હતું કે તે હવે ફિલ્મોના સેટ પર જવા માટે ખૂબ ઉત્સાહિત છે. તે જલદી જ ફિલ્મોનું શૂટિંગ શરૂ કરવાનો છે એવુ જણાવતાં રાજપાલે કહ્યું હતું કે ‘હું જલદી જ ‘ટાઇમ ટુ ડાન્સ’નું શૂટિંગ સૂરજ પંચોલી અને ઇઝાબેલ કૈફ સાથે શરૂ કરવાનો છું. અમે વિદેશમાં એનું શૂટિંગ કર્યું હતું અને હવે એનું થોડા ભાગનું શૂટિંગ જ બાકી છે. અમે એને જલદી પૂરું કરીશું. આ શૂટિંગ પહેલાં પણ પૂરું થઈ શક્યું હોત, પરંતુ હું પ્રોડ્યુસર અને ડિરેક્ટરનો ખૂબ આભારી છું કે તેમણે મારા પાછા આવવાની રાહ જોઈ. આ સાથે જ હું ‘જાકો રાખે સાંઈયા’ પણ પૂરી કરવાનો છું. હું ડેવિડ ધવન અને પ્રિયદર્શન સાથે પણ ફિલ્મો વિશે ચર્ચા કરી રહ્યો છું. ફિલ્મના સેટ પર જવા માટે હું ખૂબ ઉતાવળો છું.’

આ પણ વાંચો : કમર્શિયલ ફિલ્મોનો મુખ્ય આધાર એની સ્ટોરી જ છે : આલિયા ભટ્ટ

રાજપાલની કંપનીએ ૨૦૧૦માં ફિલ્મ પ્રોડ્યુસ કરવા માટે પાંચ કરોડ રૂપિયાની લોન લીધી હતી, જેની ચુકવણી ન કરતાં તેને દિલ્હી હાઈ કોર્ટે નવેમ્બર ૨૦૧૮માં ત્રણ મહિનાની સજા સંભળાવી હતી. રાજપાલ સજા પૂરી કરીને ફેબ્રુઆરીમાં જ બહાર આવ્યો છે.

rajpal yadav bollywood news