દરેક યુવાન ઍક્ટરમાં સુપરસ્ટાર બનવાની ક્ષમતા છે : રાજકુમાર રાવ

16 March, 2019 09:44 AM IST  | 

દરેક યુવાન ઍક્ટરમાં સુપરસ્ટાર બનવાની ક્ષમતા છે : રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

રાજકુમાર રાવનું કહેવું છે કે આજે કોઈ પણ સુપરસ્ટાર બની શકે છે. તેનું કહેવું છે કે વરુણ ધવન, રણબીર કપૂર, રણવીર સિંહ, આયુષ્માન ખુરાના, ટાઇગર શ્રોફ, સુશાંત સિંહ રાજપૂત અને વિકી કૌશલ જેવા ઘણા ઍક્ટર્સ ખૂબ જ સારું કામ કરી રહ્યા છે. સુપરસ્ટાર બનવા વિશે પૂછતાં રાજકુમારે કહ્યું હતું કે ‘દરેક યુવાન ઍક્ટરમાં એ ક્ષમતા છે કે તેઓ સુપરસ્ટાર બની શકે.

આ પણ વાંચો : મારી નિષ્ફળતાએ મને ઘણુ શીખવ્યું છે : કપિલ શર્મા

આ ઍક્ટર્સમાં ક્ષમતા છે અને આ ઍક્ટર્સમાં નથી એમ કહેવાવાળો હું કોણ છું? મને ખૂબ જ ખુશી છે કે ઇન્ડસ્ટ્રીમાં બધા ખૂબ જ સારું કામ કરી રહ્યા છે અને એને કારણે અમને સારો પર્ફોર્મન્સ આપવાનો પણ ચાન્સ મળે છે. અમને પણ અન્ય ઍક્ટર્સનું સારું કામ જોવાની તક મળે છે. હું જ્યારે કોઈનું પણ સારું કામ જોઉં છું ત્યારે મને વધુ સખત મહેનત કરવાની પ્રેરણા મળે છે.’

rajkummar rao bollywood news