મારા ઍક્ટર બનવાથી મારા પેરન્ટ્સને ખૂબ ગર્વ થયો હતો : રાજકુમાર રાવ

21 September, 2019 10:13 AM IST  |  મુંબઈ

મારા ઍક્ટર બનવાથી મારા પેરન્ટ્સને ખૂબ ગર્વ થયો હતો : રાજકુમાર રાવ

રાજકુમાર રાવ

રાજકુમાર રાવે જણાવ્યું હતું કે તે ઍક્ટર બન્યો એથી તેનાં પેરન્ટ્સને ખૂબ ગર્વ થયો હતો. રાજકુમારનાં પિતાનું તાજેતરમાં જ ૬૦ વર્ષની વયે નિધન થયુ છે. પોતાનાં પેરન્ટ્સને યાદ કરતા રાજકુમારે કહ્યું હતું કે ‘મારા માટે આ ખૂબ જ મોટુ નુકસાન છે. થોડા વર્ષો પહેલા જ મારી મમ્મીને મેં ગુમાવ્યા હતાં. એ વખતે હું ‘ન્યૂટન’નું શૂટિંગ કરી રહ્યો હતો. એનાં બીજા દિવસે જ હું શૂટિંગ પર પાછો ફર્યો હતો.’

આ પણ વાંચો : તખ્તનું શૂટિંગ ફેબ્રુઆરીમાં શરૂ કરવામાં આવશે : વિકી કૌશલ

તેનાં પિતા જ્યારે હૉસ્પિટલમાં દાખલ હતાં એ વખતે તેણે ‘મેડ ઈન ચાઇના’નું ટ્રેલર તેમને દેખાડ્યુ હતું. એ વિશે રાજકુમારે કહ્યું હતું કે ‘હું ખૂબ જ ખુશ છું કે જ્યારે મારા પિતા હૉસ્પિટલમાં દાખલ હતાં ત્યારે જ ફિલ્મનું ટ્રેલર સમયસર તૈયાર થઈ ગયુ હતું. મેં મારા પ્રોડ્યુસર દિનેશ વિજનને કહ્યું હતું કે મારે મારા પિતાને ફિલ્મનું ટ્રેલર દેખાડવુ છે. હું ખુશ છું કે તેમણે ટ્રેલર જોયું. મને એ વાતની પણ ખાતરી છે કે તેઓ જ્યાં પણ હશે તેઓ મારી આ ફિલ્મ જરૂર જોશે. તેમનાં આશિર્વાદ હંમેશાં મારી સાથે છે.’

rajkummar rao bollywood news